Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેલંગાણા વિધાનસભામાં અધિકારીને હાર્ટ એટેક આવ્યો:બેભાન થઈને ઢળી પડ્યા હતા, મંત્રીએ CPR આપ્યો; હોસ્પિટલ લઈ જતી વખતે મોત

    1 day ago

    હૈદરાબાદમાં તેલંગાણા વિધાનસભાની અંદર મંગળવારે એક અધિકારી અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ પછી વિધાનસભામાં અફરા-તફરી મચી ગઈ. પશુપાલન મંત્રી વકિટી શ્રીહરિએ તરત જ તેમને CPR આપ્યો. મેડિકલ સ્ટાફને બોલાવીને અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતકની ઓળખ રાજુ તરીકે થઈ છે. તેઓ પ્રિન્સિપાલ સેક્રેટરી નવીન મિત્તલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) હતા. હોસ્પિટલના ડોકટરો અનુસાર, રાજુને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘટનાની 4 તસવીરો… CPR શું છે CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એક એવી ઇમરજન્સી લાઇફ સેવિંગ પ્રોસિજર છે, જે ત્યારે કરવામાં આવે છે, જ્યારે હૃદયના ધબકારા અટકી જાય છે. CPR કોઈ વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટથી બચવામાં મદદ કરી શકે છે. ભલે તમને CPR આપતા ન આવડતું હોય, તમે ફક્ત તમારા હાથનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિની મદદ કરી શકો છો. આ માટે તમારે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    रसोई के गंदे और चिपचिपे एग्जॉस्ट फैन को कैसे साफ करें? शशांक आल्शी ने बताया आसान तरीका
    Next Article
    PM મોદીએ નવસારીમાં AI આધારિત 'નમો કમલમ'નું લોકાર્પણ કર્યું:500 ડમરુના નાદ અને 1100 બહેનોએ કળશથી સ્વાગત કર્યું, 389 ગામોમાં 4000 સ્ક્રીન પર લાઈવ પ્રસારણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment