Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના નાનાપોંઢામાં જનજાતીય ગૌરવ દિવસે વન અધિકારપત્રોનું વિતરણ:18 હજારથી વધુ આદિવાસી પરિવારોને જમીન હક અપાયા; ₹ 48.31 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત

    6 hours ago

    બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક જ દિવસમાં 18 હજારથી વધુ આદિવાસી પરિવારોને વન અધિકાર પત્રો અને રેકોર્ડ ઓફ રાઇટ્સનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ₹ 48.31 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 74 હજાર હેક્ટર જમીનના હક અપાયા કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વન અધિકાર કાયદા હેઠળ ગુજરાતમાં 1 લાખથી વધુ આદિવાસી પરિવારોને 74 હજાર હેક્ટરથી વધુ જમીનના માલિકી હક અપાયા છે. આ પ્રસંગે આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રથમ હપ્તાની સહાય આપવામાં આવી હતી. સાથે જ ‘જોહાર કાફે’ની શરૂઆત કરવા અને ગ્રામીણ હાટવાડામાં પ્રાકૃતિક ખેતીનાં ઉત્પાદનો માટે ‘શબરી બૂથ’ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. ₹ 48.31 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021થી બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હોવાનું સંઘવીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ₹ 48.31 કરોડનાં વિકાસકામોની ભેટ અપાઈ હતી. જેમાં ₹ 6.82 કરોડના ખર્ચે થનારા 93 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ₹ 41.49 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 381 કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો, રમતવીરો અને સિદ્ધિ મેળવનારાઓનું સન્માન કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી દેવી-દેવતાઓ અને બિરસા મુંડાનું પૂજન કરવામાં આવ્યું હતું. આદિવાસી આગેવાનોએ હર્ષ સંઘવીનું પરંપરાગત વાદ્યો વગાડી અને વારલી ચિત્રો આપીને સ્વાગત કર્યું હતું. ડાંગ અને નવસારી જિલ્લાના 34 કલાકારોએ ડાંગી અને આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય અપાઈ હતી તથા પ્રગતિશીલ ખેડૂતો, રમતવીરો અને વિશેષ સિદ્ધિ મેળવનાર લોકોનું સન્માન કરાયું હતું. ધારાસભ્યો, અધિકારીઓ અને સમાજના લોકો હાજર રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલ, ધારાસભ્યો જીતુ ચૌધરી, અરવિંદ પટેલ, ભરત પટેલ અને રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રોડ પર પટકાતા માસીયાઈ ભાઈના માથા ફાટી ગયાં, બેના મોત:સ્થાનિકોનો CPR આપ્યો પણ જીવ ન બચ્યો, વિસાવદરમાં કાર અને બાઈટ વચ્ચે અકસ્માત
    Next Article
    કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી જૂના સાથીના ઘરે પહોંચ્યા:નાનાપોંઢામાં વિપુલ રાઉતના પરિવાર સાથે ચા પીધી, યુવા મોરચાના દિવસોની યાદો વાગોળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment