Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલથી મહીસાગરમાં વાતાવરણ પલટાશે:30 મેથી 2 જૂને ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ પડશે, કાળઝાળ ગરમીથી રાહત મળશે

    1 day ago

    મહીસાગર જિલ્લામાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે 30 મેથી 2 જૂન સુધી પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી કરી છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે. પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો ગત 9 એપ્રિલથી મહીસાગર જિલ્લામાં સતત આકરી ગરમી અને લૂ જેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થતાં લોકો ભારે ગરમીથી પરેશાન હતા. આ વર્ષે જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 31 મેના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 1 જૂનના રોજ અમદાવાદ સહિતના વિસ્તારોમાં થન્ડર સ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મણિનગરમાં સિનિયર સિટિઝન્સ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ:ઘૂંટણ, પ્રોસ્ટેટ, કેન્સર પર નિષ્ણાત ડોકટરોએ માર્ગદર્શન આપ્યું
    Next Article
    મોંઘવારી-NEET કૌભાંડ સામે યુથ કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં પેટ્રોલ પંપ ઉપર લોકોને મેલોડી ચોકલેટ અને ઝાલમુરી વહેંચી આક્રોશ ઠાલવ્યો, રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment