Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગરમાં સિનિયર સિટિઝન્સ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ:ઘૂંટણ, પ્રોસ્ટેટ, કેન્સર પર નિષ્ણાત ડોકટરોએ માર્ગદર્શન આપ્યું

    1 day ago

    અમદાવાદના મણિનગરમાં સોશિયલ સિનિયર સિટિઝન્સ ગ્રુપ (સાઉથ ઝોન) દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૃદ્ધાવસ્થામાં થતી સામાન્ય આરોગ્ય સમસ્યાઓ અંગે માર્ગદર્શન અપાયું. આ કાર્યક્રમમાં ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગ સંબંધિત સમસ્યાઓ, તેમજ કેન્સર પ્રત્યે જાગૃતિ જેવા મહત્વના વિષયો પર નિષ્ણાત તબીબોએ વ્યાખ્યાન આપ્યા. ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. દર્શન બચાનીએ મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ વિશે માહિતી આપી. તેમણે વહેલી સારવારના ફાયદા, ઝડપી સાજા થવાની પ્રક્રિયા અને જીવનની ગુણવત્તામાં સુધારા અંગે વિગતવાર સમજાવ્યું. યુરોલોજિસ્ટ ડૉ. નીલ શાહે વરિષ્ઠ નાગરિકોમાં જોવા મળતી પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગની સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે તેના લક્ષણો, સમયસર નિદાન અને ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું. કેન્સર સર્જન્સ ડૉ. રિધમ શાહ અને ડૉ. અક્ષર પટેલે કેન્સર પ્રત્યે જાગૃતિ, તેના પ્રારંભિક લક્ષણો, નિવારક પગલાં અને નિયમિત તપાસના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. આ કાર્યક્રમને વરિષ્ઠ નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. ઉપસ્થિતોએ ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો અને નિષ્ણાત તબીબો સાથે સંવાદ કરીને પોતાની આરોગ્ય સંબંધિત શંકાઓનું નિરાકરણ મેળવ્યું. આવા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો વરિષ્ઠ નાગરિકોમાં નિવારક આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવા અને તેમને સ્વસ્થ તથા ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    બાઇક ચોરી કરતી ગેગ ઝડપાઇ:મહેસાણા, સિદ્ધપુર, હિંમતનગર અને પેથાપુરથી બાઇક ચોરતી ગેંગના 5 સાગરીતો ઝડપાયા, 11 મોટરસાયકલ કબજે
    Next Article
    આવતીકાલથી મહીસાગરમાં વાતાવરણ પલટાશે:30 મેથી 2 જૂને ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ પડશે, કાળઝાળ ગરમીથી રાહત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment