Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના માળખા જાહેર:ચાર મુખ્ય મોરચાઓમાં નવા પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની સત્તાવાર વરણી

    9 hours ago

    ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને લોકાભિમુખ બનાવવાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લા નેતૃત્વની સૂચના અનુસાર ચાર મુખ્ય મોરચાઓના પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. ભાજપા જિલ્લા અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર અને જિલ્લા પ્રભારીની આગેવાનીમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ અનુસૂચિત જાતિ મોરચા, ઓબીસી મોરચા, કિસાન મોરચા અને મહિલા મોરચાના નવા માળખાને આખરી ઓપ આપીને આજે યાદી જાહેર કરાઈ છે. આ નવી નિમણૂકોમાં જિલ્લાના તમામ ભૌગોલિક વિસ્તારો, તાલુકાઓ અને શહેરી સ્તરે સંતુલન જાળવીને પાયાના અને ઉત્સાહી કાર્યકરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મોરચાના ઉપપ્રમુખ નીમેષકુમાર રશ્મિકાંતની વરણી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઈન્દ્રવદનભાઈ પરમાર (આઈ. સી. પરમાર) દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મોરચાના ઉપપ્રમુખ તરીકે મહેસાણા શહેરના સોજીત્રા નીમેષકુમાર રશ્મિકાંત, બેચરાજીના વણકર મહાદેવભાઈ, વડનગરના પરમાર ભોગીલાલ, ખેરાલુના વાલ્મિકી રતિલાલ અને સતલાસણાના પંડ્યા મુકેશભાઈની વરણી કરાઈ છે. મંત્રી તરીકે મહેસાણા શહેરના પરમાર કૃષ્ણકુમાર, જોટાણાના સોલંકી બલદેવભાઈ, ઊંઝાના સેનમા વિનોદભાઈ, વિજાપુરના મકવાણા ગુંજનભાઈ અને મહેસાણા શહેરના પરમાર દક્ષાબેનને જવાબદારી અપાઈ છે. આ ઉપરાંત વિસનગરના વણકર પુષ્પાબેનને કોષાધ્યક્ષ, કડીના પરમાર સુનીલભાઈને કાર્યાલય મંત્રી તેમજ વિસનગરના પરમાર આશિષકુમારને સહ કાર્યાલય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મોરચામાં 15 સભ્યોની મજબૂત કારોબારી ટીમ પણ કાર્યરત રહેશે. બેચરાજીના જીતેન્દ્રભાઈ દરજીને કોષાધ્યક્ષ બનાવ્યા બીજી તરફ, ઓબીસી મોરચાના નવા માળખામાં સંગઠનાત્મક તાકાત વધારવા માટે ઉપપ્રમુખ પદે જોટાણાના ગોસ્વામી અમિતવન, વિસનગરના બારોટ અજયભાઈ, ઊંઝાના પંચાલ ડાહ્યાભાઈ, વિજાપુરના ચૌધરી મુકેશભાઈ અને ખેરાલુના ઠાકોર બાબુજીની નિમણૂક કરવામાં આવી છે. મોરચાના મંત્રી તરીકે કડીના રામાનુજ અલ્પેશભાઈ, વિસનગરના નાયી નવીનભાઈ, વડનગરના રબારી રામજીભાઈ, વિસનગરના દરજી તરુણાબેન અને કડીના ગજ્જર તરુણભાઈને સોંપાયેલી જવાબદારી વચ્ચે બેચરાજીના દરજી જીતેન્દ્રભાઈને કોષાધ્યક્ષ, મહેસાણા શહેરના પ્રજાપતિ કનુભાઈને કાર્યાલય મંત્રી અને સતલાસણાના ચૌહાણ સહદેવસિંહને સોશિયલ મીડિયાની કમાન સોંપવામાં આવી છે, જેઓ 28 સભ્યોની વિશાળ કારોબારી સાથે કામ કરશે. કલ્પનાબેન પટેલ પક્ષ મોરચાનું કામ સંભાળશે જિલ્લાના કિસાન મોરચાને વધુ વેગવંતો બનાવવા માટે ઉપપ્રમુખ તરીકે મહેસાણા શહેરના બારોટ જનકભાઈ, મહેસાણા તાલુકાના પંડ્યા રમેશભાઈ, કડીના પટેલ ચિરાગભાઈ, જોટાણાના ઝાલા રવિરાજસિંહ અને વિસનગરના પટેલ સુમિત્રાબેનની વરણી કરાઈ છે. મંત્રી તરીકે મહેસાણાના ચૌધરી નરણભાઈ, બેચરાજીના સોલંકી ગોવિંદસિંહ, વિજાપુરના રાજપુત રાકેશસિંહ, સતલાસણાના પરમાર અશોકસિંહ અને મહેસાણાના પટેલ કલ્પનાબેન પક્ષ મોરચાનું કામ સંભાળશે. નાણાકીય બાબતો માટે વિસનગરના ચૌધરી ભરતભાઈને કોષાધ્યક્ષ, ખેરાલુના ઠાકોર પ્રવિણજીને કાર્યાલય મંત્રી અને વડનગરના પટેલ ચિરાગભાઈને સોશિયલ મીડિયા ઈનચાર્જ બનાવવામાં આવ્યા છે, જેમની સાથે 17 સભ્યોની કારોબારી ટીમ જિલ્લાભરમાં ખેડૂતોના પ્રશ્નો માટે કાર્ય કરશે. મહેસાણા તાલુકાના રાણા પ્રિયંકાબેનની વરણી નારી શક્તિને સંગઠનમાં વધુ સ્થાન આપવાના ભાગરૂપે મહિલા મોરચાના ઉપપ્રમુખ પદે સતલાસણાના ચૌધરી મોઘીબેન, મહેસાણા શહેરના પ્રજાપતિ સુશીલાબે, ખેરાલુના ચૌધરી શર્મિષ્ઠાબેન, કડીના પરમાર પદ્માબેન અને મહેસાણા તાલુકાના રાણા પ્રિયંકાબેનની વરણી કરવામાં આવી છે. મંત્રી તરીકે ઊંઝાના પટેલ મનીષાબેન, વિસનગરના ચૌધરી આશાબેન, વડનગરના પટેલ સુરેખાબેન, વિજાપુરના બારડ ઉર્મિલાબેન અને જોટાણાના પટેલ હંસાબેનને પદ સોંપાયું છે. નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યોને અભિનંદન પાઠવ્યા બેચરાજીના પંચાલ કપીલાબેન કોષાધ્યક્ષ તરીકે સેવા આપશે. આ સાથે જ મહિલા મોરચામાં 17 સભ્યોની સક્રિય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના જિલ્લા નેતૃત્વ દ્વારા ચારેય મોરચાના તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આ નવીન માળખાં આગામી દિવસોમાં સરકારી યોજનાઓ અને પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં નવી ઊર્જા સાથે સફળ રહેશે તેવો અડગ વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    મફતનગરમાં બે જૂથ વચ્ચે મારામારી:તલવાર, ફરસો અને પાઈપ વડે થયેલા હુમલામાં બંને પક્ષે અનેકને ઈજા, બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી
    Next Article
    મનપાની સાધારણ સભામાં લોકહિતના 20 મહત્વપૂર્ણ નિર્ણયો:વિધવા બહેનોને મિલકત વેરામાંથી મુક્તિની ભેટ, 9 કમિટીના ચેરમેનની નિમુણક કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment