Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સાધારણ સભામાં લોકહિતના 20 મહત્વપૂર્ણ નિર્ણયો:વિધવા બહેનોને મિલકત વેરામાંથી મુક્તિની ભેટ, 9 કમિટીના ચેરમેનની નિમુણક કરાઈ

    8 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીની બીજી સાધારણ સભામાં આજરોજ મહાનગરપાલિકા ના સભાખંડ ખાતે મેયર ઉષાબેન તલરેજા ના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને જનહિતલક્ષી કુલ 20 મહત્વના કામો પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં ખાસ સમિતિઓની રચના સાથે નાગરિકો માટે રાહત આપતા અનેક કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સામાન્ય નાગરિકો અને દિવ્યાંગજનો માટે રાહત દરે પાસની સુવિધા ઉપલબ્ધ રહેશે ​મનપાની સાધારણ સભામાં જુદા-જુદા 20 જેટલા ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા જેમાં સભાનો સૌથી મહત્વનો અને માનવીય અભિગમ ધરાવતો નિર્ણય આર્થિક રીતે નબળી વિધવા બહેનો માટે લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની હદમાં આવતી મિલકતોમાં જે વિધવા બહેનો આર્થિક રીતે અક્ષમ હોવાને કારણે વેરો ભરવામાં મુશ્કેલી અનુભવતી હતી, તેમની આવક મર્યાદામાં વધારો કરીને તેમને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે તેમજ ​શિક્ષણ અને પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સભામાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા દરમિયાન પી.એમ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધાને મંજૂરી આપવામાં આવી છે. શહેરની ઈ-બસ સેવાનો નાગરિકો સસ્તા દરે ઉપયોગ કરી શકે તે માટે ખાસ 'પાસ' સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. જેમાં સામાન્ય નાગરિકો અને દિવ્યાંગજનો માટે રાહત દરે પાસની સુવિધા ઉપલબ્ધ રહેશે, પાંચ જરૂરિયાતમંદ કર્મચારીઓને આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે, જ્યારે ચાર કર્મચારીઓને રહેમરાહે નોકરીમાં નિમણૂક આપવામાં આવી છે. પાંચ રહેણાંક મિલકતોના લીઝ પટ્ટા રિન્યુ કરવામાં આવ્યા ​વહીવટી અને મિલકતલક્ષી નિર્ણયો કરવામાં આવ્યા હતા, ​મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વપરાશ યોગ્ય ન રહેલા કંડમ વાહનોના નિકાલ માટે મંજૂરી અપાઈ, ​પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની દુકાનોની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મંજૂરી આપવામાં આવી, ​શહેરમાં પાંચ રહેણાંક મિલકતોના લીઝ પટ્ટા રિન્યુ કરવામાં આવ્યા છે, ​આ સાધારણ સભા દ્વારા ભાવનગર મહાનગરપાલિકાએ વહીવટી પારદર્શિતા અને નાગરિક સુખાકારીના કાર્યોને પ્રાથમિકતા આપી છે, જેનો સીધો લાભ ભાવનગરના તમામ વર્ગના લોકોને મળશે. મહાનગરપાલિકાની જૂદી જુદી નવ કમિટી માટ ના ચેરમેન અને સભ્યોની આગામી અઢી વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી. મનપાની જુદી-જુદી કમિટીના ચેરમેન વરણી કરાઈ (1) જાહેર બાંધકામ કમિટિ - સંજય વેગડ (2)જાહેર આરોગ્ય કમિટિ - ભાવિક મણિયાર (3) ડ્રેનેજ કમિટિ - ભાગર્વ ભટ્ટ (4) વોટર વર્કસ કમિટિ - નરેશ મકવાણા (5) ટાઉન પ્લાનીંગ એન્ડ સીટી ઈમ્યુ.કમિટિ - વૈશાલી કનાડીયા (6) સોશ્યલ વેલ્ફેર રીફી એન્ડ કલ્ચ. કમિટિ - ઉમાબા રાણા (7) ગાર્ડન કમિટિ - પરેશ રાઠોડ (8)સ્ટ્રીટ લાઈટ કમિટિ - હીરા કુકડીયા (9) લીગલ કમિટિ - ભાવના ત્રિવેદી
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના માળખા જાહેર:ચાર મુખ્ય મોરચાઓમાં નવા પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની સત્તાવાર વરણી
    Next Article
    How Singapore Became a Super-rich country | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment