Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મફતનગરમાં બે જૂથ વચ્ચે મારામારી:તલવાર, ફરસો અને પાઈપ વડે થયેલા હુમલામાં બંને પક્ષે અનેકને ઈજા, બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી

    13 घंटे पहले

    ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા મનાભાઈના ચોકમાં ગઈકાલે રાત્રિના સમયે બે પક્ષો વચ્ચે સામસામે જૂથ અથડામણનો ઘાતક બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ઘર પાસે રાડો પાડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલા ઝઘડામાં બંને પક્ષના લોકોએ એકબીજા પર તલવાર, ધારિયા અને લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ સશસ્ત્ર મારામારીમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. પ્રથમ પક્ષનો આક્ષેપ: તલવાર અને લોખંડના ફરસા સાથે તૂટી પડ્યા ઘોઘા રોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે તા. 29 જૂનના રોજ રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા, તેનો ભાઈ તથા મિત્રો ચોકમાં ઉભા હતા. આ સમયે મહેશ બુધાભાઈ ગોહેલ અને તેનો પરિવાર ત્યાં આવીને 'ઘર પાસે કેમ રાડો પાડો છો' તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા અને વાત વધુ વણસી હતી. ગોપાલ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મહેશ ગોહેલ અને તેના સાથીદારો તલવાર, લોખંડનો ફરસો, ઈંટો અને પથ્થરો જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ હુમલામાં ગોપાલને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતાં ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે તેના મિત્ર ચેતનભાઈને પણ ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ગોપાલે મહેશ ગોહેલ, કલ્પેશ ગોહેલ, કિશોર ગોહેલ તથા કરણ ગોહેલ સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બીજા પક્ષની વળતી ફરિયાદ: ધારિયાના ઘાથી યુવક ગંભીર, ઓપરેશન કરવું પડ્યું બીજી તરફ, સામા પક્ષના મહેશ ગોહેલે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગોપાલ વાઘેલા અને તેના સાથીદારો લોહીલુહાન કરવાના ઈરાદે તલવાર, લોખંડના પાઈપ, છરી અને ધારિયા જેવા હથિયારોનું ટોળું વળીને આવ્યા હતા. આ ટોળાએ મહેશ, તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશને ડોકના ભાગે ધારિયાનો ઊંડો ઘા વાગતા ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે હોસ્પિટલમાં તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. મહેશ ગોહેલે આ મામલે ગોપાલ ઉર્ફે ઢેચુ વાઘેલા, રોહિત ઉર્ફે ડાબેરી વાઘેલા, કાળો વાઘેલા, જગદીશ ઉર્ફે જગી મકવાણા, ચેતન મકવાણા, રવી ઉર્ફે કાળો ડાભી, સુનિલ ડાભી, નિલેશ ઉર્ફે ભાજી પરમાર તથા કાળા પરમાર સહિત 9 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્તો ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ, પોલીસ તપાસ તેજ ઘટનાની ગંભીરતાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાન હાલતમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલમાં બંને પક્ષના ગંભીર રીતે ઘવાયેલા લોકો ટ્રોમા સેન્ટર ખાતે સારવાર હેઠળ છે. ઘોઘા રોડ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 13 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને પકડવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં શિક્ષકો હેડક્વાર્ટર નહીં છોડી શકે!:વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષણ વિભાગની 32 મુદ્દાની કડક ગાઈડલાઇન
    Next Article
    મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના માળખા જાહેર:ચાર મુખ્ય મોરચાઓમાં નવા પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની સત્તાવાર વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment