Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી:મોટરસાયકલ સવારે પરિણીતાનો નંબર માંગતા ઇન્કાર કરતા હાથ પકડીને કરી છેડતી કરી બીભત્સ ઇશારા કર્યા

    15 hours ago

    ભાવનગર શહેરના પોશ ગણાતા જેલ રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ઘર નજીક વોકિંગ કરવા નીકળેલી 25 વર્ષીય પરિણીતાનો એક રોમિયોએ બાઈક પર પીછો કર્યો હતો. આ મવાલી શખસે મહિલાને બીભત્સ ઈશારા કરી, મોબાઈલ નંબર માંગી અને હાથ પકડીને છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ આ અંગે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલથી લઈને ભાજપ કાર્યાલય સુધી પીછો કર્યો નીલમબાગ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર શહેરના આકાશદીપ કોમ્પ્લેક્ષમાં રહેતી 25 વર્ષીય ખુશાલીબેન ગરણીયા ગત તા. 28 જૂનની રાત્રે નવેક વાગ્યાના સુમારે જેલ રોડ પર એકલા ચાલવા નીકળ્યા હતા. સવા નવેક વાગ્યાની આસપાસ જ્યારે તેઓ વોકિંગ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ડોક્ટર કેફે સામેથી એક બાઈક ચાલકે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ અજાણ્યા શખસે પહેલા બીમ્સ હોસ્પિટલ પાસે પોતાની મોટરસાઈકલ ઊભી રાખીને પરિણીતા સામે જોઈને બીભત્સ ઈશારા કર્યા હતા. ત્યારબાદ જ્યારે મહિલા આગળ વધી ત્યારે ભાજપ કાર્યાલય પાસે આરોપીએ બાઈક એકદમ મહિલાની નજીક લાવી સતત હોર્ન વગાડીને તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ચીમકી આપતા ઝપાઝપી કરી મવાલી શખસે પરિણીતાને રોકીને તેમની પાસે મોબાઈલ નંબરની માંગણી કરી હતી. પરિણીતાએ આ હરકતનો સખત વિરોધ કરતા નફ્ફટ બાઈક ચાલકે જાહેરમાં જ તેમનો હાથ પકડી લીધો હતો. ભયભીત થયેલી યુવતીએ હિંમત દાખવીને તુરંત 'હું પોલીસ બોલાવું છું' એવી ચીમકી આપતા જ નરાધમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પરિણીતા સાથે ઝપાઝપી કરી, ધક્કો મારીને પોતાની બાઈક પર ત્યાંથી નાસી છૂટ્યો હતો. પતિએ તપાસ કરતા કાળિયાબીડનો શખસ હોવાનું ખુલ્યું આ કડવા અનુભવ બાદ ગભરાઈ ગયેલી પરિણીતાએ તાત્કાલિક પોતાના પતિ નીરવ ગરણીયાને ફોન કરીને સમગ્ર આપવીતી જણાવી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને પતિએ પોતાની રીતે આસપાસના વિસ્તારમાં તપાસ આદરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, છેડતી કરનાર શખ્સ કાળીયાબીડ વિસ્તારમાં રહેતો શિવમ ગૌરસ્વામી છે. આ ગુના આચરવા માટે તેણે GJ-04-AS-0233 નંબરની સ્પ્લેન્ડર મોટરસાઈકલનો ઉપયોગ કર્યો હતો. ભોગ બનનાર મહિલાના પરિવારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી/બીએનએસની સંબંધિત કલમો હેઠળ છેડતીનો ગુનો નોંધીને કાળિયાબીડના આ રોમિયોની અટકાયત કરવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપા સ્થાયી સમિતિ બેઠક:ટેક્સ વળતર મુદત વધી, ગૌશાળાઓનું નામકરણ; હાઉસટેક્સમાં 1 માસની રાહત અને 94 લાખના હોર્ડિંગ્સ ટેન્ડર સહિત 6 દરખાસ્તો મંજૂર
    Next Article
    5 વર્ષની બાળકી પર કાર ફરી વળતા મોત, VIDEO:અકસ્માત સર્જી ચાલકે કાર ભગાવી મૂકી, સુરત શહેરનો કંપારી છોડાવી દેતો અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment