Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપા સ્થાયી સમિતિ બેઠક:ટેક્સ વળતર મુદત વધી, ગૌશાળાઓનું નામકરણ; હાઉસટેક્સમાં 1 માસની રાહત અને 94 લાખના હોર્ડિંગ્સ ટેન્ડર સહિત 6 દરખાસ્તો મંજૂર

    8 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સંકલન બેઠક 'સ્વામી વિવેકાનંદ ભવન', આઝાદ ચોક ખાતે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસકાર્યો અને જનસુખાકારીના પ્રજાકીય કામો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એજન્ડા મુજબના જુદા-જુદા ત્રણ વિષયો અને અધ્યક્ષ સ્થાનેથી વધારાના ત્રણ વિષયો મળીને કુલ 6 દરખાસ્તો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ પ્રસંગે જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોંશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી અને દંડક કલ્પેશભાઈ અજવાણી સહિત સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાયસન્સ ફી નક્કી કરવા ટેન્ડરના નિયમો અને શરતો મંજૂર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા હસ્તકની કુલ 112 હોર્ડિંગ્સ સાઇટો માટે એબીસી ઝોન અનુસાર ત્રણ વર્ષ માટે લાયસન્સ ફી નક્કી કરવા ટેન્ડરના નિયમો અને શરતો મંજૂર કરાયા છે. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત ટોટલ 94 લાખ જેવી રકમની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થશે અને જાહેરાતના બોર્ડમાં એકરૂપતા લાવી શકાશે. ચાર ગૌશાળાઓનું વિશિષ્ટ નામકરણ ​શહેરમાં લોકો દ્વારા રખડતી છોડી દેવાયેલી ગાયોને પકડીને મહાનગરપાલિકા સંચાલિત ચાર ગૌશાળાઓમાં તેનું પાલનપોષણ કરવામાં આવે છે. સ્થાયી સમિતિ દ્વારા આ ચારેય સ્થળોનું વિશિષ્ટ નામકરણ કરવામાં આવ્યું છે. જે મુજબ સુખનાથ ચોક ખાતેની ગૌશાળાને 'શ્રી ગિરનાર ગૌશાળા', ટોરેન્ટ ગેસ પાસેની જગ્યાને 'શ્રી ગોપાલ ગૌશાળા', ખામધ્રોલ રોડ પર આવેલી ગૌશાળાને 'શ્રી કામધેનુ ગૌશાળા' અને કાયાકલ્પ હોસ્પિટલની પાછળ નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ગૌશાળાને 'શ્રી ગૌધામ ગૌશાળા' એવું નામ આપવામાં આવ્યું છે. બે દુકાનોને નિયમાનુસાર ભાડાપટ્ટેથી ફાળવવાની દરખાસ્ત રાજ્યપાલ અને રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના લોકાભિમુખ અભિગમને વેગ આપવા માટે પણ કોર્પોરેશન દ્વારા જગ્યા ફાળવવાનો મોટો નિર્ણય કરાયો છે. સરદારબાગ પાસે આવેલા સીએમ પાર્કની મનપા હસ્તકની ત્રણ દુકાનો પૈકીની એક દુકાન, "ગુજરાત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને હંગામી વેંચાણ કેન્દ્ર" માટે ફાળવવામાં આવી છે, જ્યાં ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકશે. જ્યારે બાકી રહેતી અન્ય બે દુકાનોને નિયમાનુસાર ભાડાપટ્ટેથી ફાળવવાની દરખાસ્તને પણ સમિતિએ સ્વીકારી લીધી છે. વળતર યોજનાની મુદતમાં 1 માસનો વધારો શહેરના મિલકતધારકો માટે સૌથી રાહતજનક નિર્ણય હાઉસટેક્સ વળતર યોજનાની મુદતમાં વધારો કરવાનો લેવાયો છે. આ વળતર યોજનાની મુદત તારીખ 30 જૂન 2026 ના રોજ પૂર્ણ થઈ રહી હતી, જેમાં જાહેર જનતાના હિતને ધ્યાને રાખીને વધુ 1 માસનો વધારો કરવામાં આવ્યો છે. હવે નાગરિકો આગામી તારીખ 31 જુલાઈ 2026 સુધી એડવાન્સ ટેક્સ ભરપાઈ કરીને 10% વળતર અને ઓનલાઈન ટેક્સ ભરપાઈ કરીને 12% સુધીના વળતરનો લાભ મેળવી શકશે. પિતાના નિધન બાદ પુત્રને નોકરી આપવાની દરખાસ્ત ​આ ઉપરાંત માનવતાવાદી અભિગમ સાથે મહાનગરપાલિકામાં અગાઉ કાયમી કર્મચારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સ્વરૂપ નરેન્દ્રભાઈ જેઠવાના અવસાન બાદ, તેમના વારસદાર પુત્ર રવિ નરેન્દ્રભાઈ જેઠવાને વારસ દરજ્જાના ધોરણે ફિક્સ વેતનથી હંગામી ધોરણે પાંચ વર્ષ માટે નોકરીમાં નિમણૂંક આપવાની દરખાસ્તને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. આ તમામ નિર્ણયોની વિગતો પી.એ. ટુ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા અખબારી માધ્યમોમાં સત્તાવાર પ્રસિદ્ધિ અર્થે રવાના કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    As BJP govt ads celebrate Ujjwala, beneficiaries count costlier cylinders
    Next Article
    જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી:મોટરસાયકલ સવારે પરિણીતાનો નંબર માંગતા ઇન્કાર કરતા હાથ પકડીને કરી છેડતી કરી બીભત્સ ઇશારા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment