Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બ્રેક કામ નથી કરી રહી...':ટ્રેન રોકવા લોકો-પાઇલટની મથામણ, 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા; જુઓ એન્જિનની અંદરનો VIDEO

    12 hours ago

    આસામના કામરૂપ જિલ્લાના ડિગારૂ રેલવે સ્ટેશન પર બુધવારે સવારે લગભગ 6:54 વાગ્યે કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ (13125)નું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લગભગ 50 મુસાફરો ઘાયલ થયા છે. જોકે રેલવેએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે. પૂર્વોત્તર સીમા રેલવે (NFR) મુજબ, ડિગારૂ સ્ટેશન પર ટ્રેનને બીજી લાઇન પર લઈ જતી વખતે આ અકસ્માત થયો. લોકોપાયલટ બીજી ટ્રેનને પ્રાથમિકતા આપવા માટે ઝડપ ઘટાડી શક્યા નહીં. જેના કારણે ટ્રેન બીજી લાઇન પર લગાવેલા બેરીકેડ્સ સાથે અથડાઈ અને એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. વીડિયોમાં લોકો-પાઇલટ બોલ્યા- કંઈ કામ કરી રહ્યું નથી 45 સેકન્ડના વીડિયોમાં ટ્રેનના લોકો-પાઇલટ કેબિનનો અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે. તેમાં કંટ્રોલ પેનલ, ડિજિટલ ડિસ્પ્લે, સ્વિચ અને એન્જિનનાં ઉપકરણો દેખાઈ રહ્યા છે. લોકો-પાઇલટનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે કંઈ પણ કામ કરી રહ્યું નથી. સિગ્નલ ફેલ છે. ઇમરજન્સી લાગુ છે, કામ કરી રહી નથી. એસ9 એ9 કંઈ પણ કામ કરી રહ્યું નથી. અકસ્માત સાથે જોડાયેલા 5 ફોટોઝ… રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અકસ્માત બાદ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને રાહત-બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યા. મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મુસાફરો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આસામમાં ટ્રેન અકસ્માત સાથે જોડાયેલા અગાઉના 2 સમાચાર… 29 ઑક્ટોબર: આસામમાં પેસેન્જર ટ્રેનના એન્જિનની ટ્રોલી પાટા પરથી ઉતરી આસામના લુમડિંગ-બદરપુર પહાડી રેલખંડમાં સિલચર-ગુવાહાટી એક્સપ્રેસના એન્જિનની આગળની ટ્રોલી પાટા પરથી ઉતરી ગઈ હતી. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) અનુસાર, ઘટના સવારે લગભગ 8:50 વાગ્યે બદરપુર અને સુકૃતિપુર સ્ટેશનો વચ્ચે બની હતી. અકસ્માતમાં કોઈ મુસાફર ઘાયલ થયો હોવાની કે મૃત્યુ પામ્યાની માહિતી નથી. 20 ડિસેમ્બર 2025: આસામમાં રાજધાની એક્સપ્રેસના 5 ડબ્બા-એન્જિન પાટા પરથી ઉતર્યા, ટ્રેન સાથે અથડાતા 7 હાથીઓનાં મોત આસામના હોજાઈ જિલ્લામાં હાથીઓનું એક ટોળું સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી ગયું હતું. અકસ્માતમાં સાત હાથીઓનાં મોત થયા હતા અને એક હાથીનું બચ્ચું ઘાયલ થયું હતું. અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન-શ્રીલંકા બીજી ટેસ્ટ લાહોરથી રાવલપિંડી ખસેડાઈ:સ્મોગ અને ખરાબ એર ક્વોલિટીના કારણે PCBનો નિર્ણય; 17 નવેમ્બરથી રમાશે મેચ
    Next Article
    ગિફ્ટ સિટી બન્યું ગુજરાતનું 'ન્યૂયોર્ક', નાઇટ લાઇફનું પાર્ટી ડેસ્ટિનેશન, VIDEO:આકાશે આંબતી ઇમારતો ને બિયર-બર્ગરનો જલસો, કોર્પોરેટ્સના કર્મચારીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment