Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ-જંબુસર હાઇવે પર ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતા કાર પલટી:સુરતના યુવાનનું ગંભીરઈજાથી ઘટનાસ્થળે મોત, પોલીસે તપાસ હાથ ધરી

    3 days ago

    ભરૂચ-જંબુસર હાઇવે પર દયાદરા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના સિયાલજ ગામના 36 વર્ષીય યુવાન અમજદ ઐયુબભાઈ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, અમજદ ઐયુબ શેખ (ઉંમર 36) પોતાની વેગેનાર કાર લઈને દયાદરાથી કેલોદ તરફ જઈ રહ્યા હતા. સવારે આશરે 7 વાગ્યાના સુમારે દયાદરા ગામથી લગભગ બે કિલોમીટર દૂર કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, અમજદભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુખી ડેમમાં 21 વર્ષીય યુવક ડૂબ્યો:અઢી કલાકની જહેમત બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
    Next Article
    અમરેલીમાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં 3 ઇંચ ખાબક્યો:નાવલી નદીમાં પૂર આવ્યું, ચેકડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment