Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક:ચોમાસું-પૂરથી લઈને ખેડૂતોના વીજ પોલ મુદ્દે થઈ શકે છે મોટા નિર્ણયો

    3 दिन पहले

    રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આવતીકાલે સવારે 10:30 કલાકે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ભારે વરસાદ, સંભવિત અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની તૈયારીઓની સમીક્ષા બેઠકનું મુખ્ય આકર્ષણ રહેશે. સંભવિત અતિવૃષ્ટિ દરમિયાન અમલમાં મુકાનાર એક્શન પ્લાન અંગે ચર્ચા કેબિનેટ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી, નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસનની સજ્જતા, પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારી તેમજ સંભવિત અતિવૃષ્ટિ દરમિયાન અમલમાં મુકાનાર એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવશે. વિવિધ વિભાગોને વધુ સતર્ક રહેવા અને સમયસર પ્રતિસાદ આપવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે તેવી શક્યતા છે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલી પ્રાદેશિક પરિષદોની સમીક્ષા આ ઉપરાંત રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી વિકાસ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલી પ્રાદેશિક પરિષદોની સમીક્ષા, બજેટ 2026-27માં જાહેર કરાયેલી નવી યોજનાઓના ફાસ્ટ-ટ્રેક અમલીકરણની પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ તેમજ નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણની સ્થિતિ અંગે કેબિનેટમાં વિગતવાર ચર્ચા થશે. ખેડૂતોને રાહત આપતી નવી નીતિની જાહેરાત કરી શકે રાજકીય અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વના ગણાતા વીજ પોલના મુદ્દે પણ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી વીજ પોલના મુદ્દે ખેડૂતો દ્વારા વિવિધ સ્થળોએ આંદોલન ચાલી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ખેડૂતોને રાહત મળે તેવી નવી નીતિ અથવા મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. તેથી આવતીકાલની કેબિનેટ બેઠક પર રાજ્યભરના ખેડૂતો સહિત વિવિધ વર્ગોની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ:શૈક્ષણિક કેમ્પસમાં બેનરો લાગતા જીવદયા પ્રેમીઓ આકરા પાણીએ, VC - રજીસ્ટ્રારે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનની અમલવારી ગણાવી
    Next Article
    સુખી ડેમમાં 21 વર્ષીય યુવક ડૂબ્યો:અઢી કલાકની જહેમત બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment