Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ:શૈક્ષણિક કેમ્પસમાં બેનરો લાગતા જીવદયા પ્રેમીઓ આકરા પાણીએ, VC - રજીસ્ટ્રારે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનની અમલવારી ગણાવી

    3 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને અનુસરતા રખડતા શ્વાનોને કોઈપણ પ્રકારનો ખોરાક આપવાનું પ્રતિબંધિત કરવામાં આવે છે આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં 100 જેટલા શ્વાન હોવાનો ખુલાસો થયો છે. જે માટે શેલ્ટર હોમ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો છે પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. જોકે આ બેનરો લગતા જીવદયા પ્રેમીઓ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સમક્ષ દોડી ગયા હતા અને બેનરો દૂર કરવા માટે માંગ કરી હતી. જોકે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજાએ આ બેનરો લગાવવા પાછળ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની અમલવારી થઈ હોવાનું જણાવ્યું હતું તો અહીંથી પસાર થતા સિનિયર સિટીઝનો અને સ્ટાફ દ્વારા રખડતા શ્વાન પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતા આ કાર્યવાહી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવવામાં આવેલા બેનરમાં રાખવામાં આવ્યું છે કે, આથી જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે, કે સર્વોચ્ચ અદાલત દ્વારા તા.22/08/2025ના આપવામાં આવેલ ચુકાદા અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા (નીરાશ્રિત) શ્વાનોને ખોરાક આપવો, ખાદ્ય પદાર્થો મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી અથવા તેમને કોઈપણ રીતે એકત્રિત થવા પ્રોત્સાહિત કરવું પ્રતિબંધિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 16 જૂન,2026 ના રાજકોટ મહાનગરપાલિકાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર જાહેર સ્થળો પર શ્વાનોના ફીડીંગ ન કરાવવા કે અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ ન ખવડાવવા માટે આદેશ કરવામાં આવેલ છે. જે બાબતે જણાવવાનું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર અંદાજીત 100 જેટલા શ્વાનોનો વસવાટ છે તેમજ જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આ શ્વાનોને ફીડીંગ કરાવવામાં આવે છે તેમજ ખાદ્ય વસ્તુઓ નાખવામાં આવે છે. જે વિગતો ધ્યાને લઇ તેમજ વિદ્યાર્થીઓ અને જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી ડોગ બાઈટના કેઈસો ન બને તે હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર રહેલા શ્વાનોને સેલ્ટર હોમ/ અન્ય જગ્યાએ ખસેડવા અંગેની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જોકે આ પત્ર બાદ મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટીને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    48 કલાકમાં ચોમાસું જામશે:ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ST કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો, સુરતમાં હીરાનાં કારખાનામાં ધબાધબી
    Next Article
    આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક:ચોમાસું-પૂરથી લઈને ખેડૂતોના વીજ પોલ મુદ્દે થઈ શકે છે મોટા નિર્ણયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment