Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણીઓ માટે ધરણા કર્યા:જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યકક્ષાના આંદોલનની ચીમકી

    1 day ago

    પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને નાયબ કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જિતેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં 23 ઓગસ્ટ 2010 પહેલાંના શિક્ષકો માટે TET પરીક્ષાનો મુદ્દો અને વર્ષ 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, H-TET મુખ્ય શિક્ષકોને નજીકની શાળામાં બદલી આપવા, BRC અને CRC ના કૂલિંગ પિરિયડ અંગે યોગ્ય નિર્ણય લેવા અને બિન-શૈક્ષણિક કામગીરીઓ સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી. ધોરણ 6 થી 8 ના શિક્ષકોને યોગ્ય ગ્રેડ-પે મળે તેવી પણ માંગણી કરાઈ હતી. જિતેન્દ્રકુમાર પટેલે આગામી રણનીતિ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારના ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી શિક્ષકો જોડાશે. આજની કાળઝાળ ગરમીમાં પણ 1000 થી 1100 થી વધુ શિક્ષકો પોતાના હક માટે ઉપસ્થિત રહ્યા હતા. આ આવેદનપત્ર પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જિતેન્દ્રકુમાર પટેલ, મહામંત્રી માંનાભાઈ રબારી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશકુમાર પટેલની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ભાવપરા-રીણાવાડા રોડ પર કાર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત:56 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે મોત, બાળકો સહિત પાંચ ઘાયલ
    Next Article
    વિજાપુરમાં જુગાર રમતા 7 આરોપી ઝડપાયા:ફાઉન્ટેન હોટેલમાં ચાલતા જુગાર પર પોલીસનો દરોડો, રૂ.2.90 લાખનો મુદ્દામાલ કબ્જે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment