Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરમાં જુગાર રમતા 7 આરોપી ઝડપાયા:ફાઉન્ટેન હોટેલમાં ચાલતા જુગાર પર પોલીસનો દરોડો, રૂ.2.90 લાખનો મુદ્દામાલ કબ્જે

    1 day ago

    વિજાપુર શહેરમાં સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલી ફાઉન્ટેન હોટેલમાં મોડી રાત્રે પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. હોટેલના રૂમ નંબર 208માં પૈસા અને ગંજીપાનાં વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમાતો હોવાની ખાનગી રાહે બાતમી વિજાપુર પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી, વિભાગીય પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા હેઠળનું વોરંટ મેળવીને પંચોની હાજરીમાં આ રેડ કરી હતી. પોલીસને જોતા આરોપીઓનો પત્તા-રોકડ ફેંકી બચવાનો પ્રયાસ પોલીસની ટીમે જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે સાત શખ્સો બેડ પર ગોળ કુંડાળું વળીને જુગાર રમી રહ્યાં હતાં. અચાનક પોલીસને જોઈને જુગારીઓએ હાથમાં રહેલા પત્તા અને રોકડ નીચે ફેંકીને બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી તમામને ઘટનાસ્થળે જ રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં વિજયસિંહ દિવાનસિંહ ઝાલા, પુનમકુમાર રમેશભાઈ રાવળ, વિપુલકુમાર ઉર્ફે રોહન મુકેશભાઈ રાવળ, ભરતજી ચંદુજી ઠાકોર, જગદીશકુમાર કાળુજી ઠાકોર, સંજયકુમાર અમૃતભાઈ રાવળ અને રોનક કિરીટભાઈ સોનીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ વિજાપુરના જ સ્થાનિક રહેવાસી છે. પોલીસે 2,90,300નો મુદ્દામાલ કબ્જે કર્યો આ સફળ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 50,300ની રોકડ રકમ, રૂપિયા 60,000ની કિંમતના સાત મોબાઈલ ફોન, તેમજ રૂપિયા 1.80 લાખની કિંમતના ત્રણ એક્ટિવા અને એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2,90,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિજાપુર પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધક ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. શહેરના ભરચક અને મધ્ય વિસ્તારમાં આવેલી હોટેલમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસની કડક કાર્યવાહીથી જુગારના ગોરખધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણીઓ માટે ધરણા કર્યા:જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યકક્ષાના આંદોલનની ચીમકી
    Next Article
    Minors Detained Over Murder Made To Do Sexual Acts, Bengaluru Cop Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment