Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉ.ગુ.માં વરસાદની ખેંચ:સિઝનનો માત્ર 56% વરસાદ પડતાં કૃષિ સંકટ ઘેરું બન્યું

    1 day ago

    ઉત્તર ગુજરાતમાં ચોમાસાના સરેરાશ 28.74 ઇંચ વરસાદની જરૂરીયાત સામે 16.17 ઇંચ સાથે સિઝનનો 56.23% વરસાદ થયો છે. ઓગસ્ટ અંત સુધીમાં 24.08 ઇંચ સાથે 82.86% વરસાદ પડી જવો જોઇતો હતો. ઓગસ્ટમાં માત્ર 2.72 ઇંચ વરસાદ થતાં હાલ 32.85% વરસાદની અછત વર્તાઇ રહી છે.પાંચ વર્ષ બાદ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાં ખરીફ વાવેતર અને શિયાળુ વાવેતર માટે ચિંતાના વાદળો છવાયા છે. ખરીફ વાવેતર મોટરો ચાલુ કરી જેમતેમ કરીને બચાવી લેવાશે પરંતુ ભૂગર્ભ જળ ઉલેચ્યા બાદ આગામી શિયાળાની સિઝનમાં વાવેતર માટે પાણીની સમસ્યા સર્જાતા ઉનાળા જેવો અનુભવ થશે તેમાં સૌથી વધુ હાલાકી પશુઓ માટે થવાની છે. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં 223135 હેક્ટર એટલે કે 97.58 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. તે પૈકી મગફળીનુ 82711 હેક્ટરમાં, કપાસનું 50075 હેક્ટરમાં, સોયાબીનનુ 19727 હેક્ટરમાં અને દિવેલાનુ ઘટીને 17019 હેક્ટરમાં મુખ્યત્વે વાવેતર થયુ છે. આ વખતની ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 46.61 ટકા વરસાદ થયો છે. તેમાં તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાને બાદ કરીએ તો બાકીના પાંચ તાલુકામાં સરેરાશ 35થી 68 ટકા વરસાદ નોંધાયો છે. 2 સપ્ટેમ્બર સુધીનો વરસાદ ટકાવારીમાં છેલ્લા એક માસથી વરસાદ રીસામણે બેસતા ખેડૂતોએ મોટરો-ફૂવારા ચાલુ કરી દીધા છે અને હવે કદાચ એકાદ બે વાર પિયતની જરૂર પડશે તો જેમતેમ કરીને પાણી ઉલેચી આ વખતની સિઝન લઈ લેવાશે. વરસાદ ન થવાને કારણે તળાવો, ચેકડેમ, નાની સિંચાઈ યોજનાઓ, કૂવા દરેકના જળસ્થળ નીચા ઉતરી રહ્યા છે જેને કારણે શિયાળુ ખેતી પાક માટે ચિંતાના વાદળો છવાયા છે અને આ વખતે વાવેતર વિસ્તાર પણ ઘટવાની સાથે ઉનાળા જેવી સ્થિતિનુ અનુભવ થશે તેવી આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. જોકે, વર્ષ 2021 માં આનાથી પણ ખરાબ સ્થિતિ હતી. તા.2/09/21 સુધીમાં તે વર્ષે માત્ર 38.29 ટકા વરસાદ વરસ્યો હતો પરંતુ ખેડૂતોએ હિંમત હાર્યા વગર સરેરાશ વાવેતરની સાપેક્ષમાં સરેરાશ 80 ટકાથી વધુ શિયાળુ વાવેતર કર્યું હતું. શિયાળુ વાવેતર અને પશુઓ માટે સમસ્યા સર્જાશે ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલે જણાવ્યુ કે અત્યારે ખેડૂતોએ મોટરો ચાલુ કરી દીધી છે. પાંચ- દસ ટકા વાવેતરનોને બાદ કરતા બાકીના ખરીફ વાવેતને ખેડૂતો બચાવી લેશે પરંતુ આગામી શિયાળુ વાવેતર ઘટવાની સાથે પછી પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાશે. તળાવો અત્યારે ખાલી છે અને બાકીના દિવસોમાં નહીં ભરાય તો પશુઓને સાચવવા મુશ્કેલ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ત્રિપાંખિયો જંગ જામશે, આગામી 9 સપ્ટેમ્બરે મતદાન થશે:ઈડર APMCની ચૂંટણી, ભાજપનું મેન્ડેટ ન મળતાં નવી પેનલ મેદાનમાં
    Next Article
    iPhone Ultra Could Reportedly Support MagSafe Charging Despite Ultra-Thin Design, Mark Gurman Says

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment