Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિપાંખિયો જંગ જામશે, આગામી 9 સપ્ટેમ્બરે મતદાન થશે:ઈડર APMCની ચૂંટણી, ભાજપનું મેન્ડેટ ન મળતાં નવી પેનલ મેદાનમાં

    1 day ago

    ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય વાતાવરણ ભારે ગરમાયું છે. ગત 29 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 2 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ તબક્કામાં ભાજપ તરફથી સત્તાવાર મેન્ડેટ જાહેર ન થતાં ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર સર્જાયો છે. ​ ભાજપનું મેન્ડેટ છેલ્લી ઘડી સુધી ન મળતાં સાબરકાંઠા બેન્કના ડિરેક્ટર સતિષભાઈ પટેલ દ્વારા નવી ખેડૂત એકતા પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. આ નવી પેનલને જુમસર, રેવાસ, દેશોતર અને સિંગા સેવા સહકારી મંડળીઓનું સમર્થન મળ્યું છે. આ ઉપરાંત ભાજપ પ્રેરિત પેનલ અને ખેડૂત વિકાસ પેનલ પણ ચૂંટણી લડી રહી છે, જેના કારણે ઈડર APMCની આ ચૂંટણી હવે ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ ગઈ છે. ​ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખેડૂત વિભાગમાંથી કુલ 36 અને વેપારી વિભાગમાંથી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી.. અનુસંધાન પાન-3 ભાજપ પ્રેરિત ખેડૂત અને વેપારી પેનલ, ઉમેદવારોના નામ‎ ​અશોકભાઈ જોઈતાભાઈ પટેલ (દાવડ) ​કોમલકુમાર ચીમનભાઈ પટેલ (ફીંચોડ) ​જશુભાઈ પ્રભાભાઈ પટેલ (કમાલપુર) ​જયંતિભાઈ કિશોરભાઈ પટેલ (શેરપુર) ​હિતેન્દ્રકુમાર દાનભાઈ પટેલ (ઉમેદગઢ) ​દિપકભાઈ ધીરાભાઈ પટેલ (દેત્રોલી) ​ધર્મેન્દ્રકુમાર તળશીભાઈ પટેલ (મોહનપુરા) ​જયંતિભાઈ જીવાભાઈ પટેલ (ગોરલ) ​અનોપસિંહ દેવીસિંહ ચૌહાણ (બોલુન્દ્રા-૩) ​રજનીકાંત ભીખાભાઈ પટેલ (મોટાકોટડા) ભાજપ પ્રેરિત વેપારી વિભાગ ​ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ (પૃથ્વીપુરા) ​ભૌમિક મહેશકુમાર શાહ (ઈડર) ​દિપેશભાઈ ધીરાભાઈ પટેલ (પાનોલ) ​મેમણ જાવેદ હુસેન હાજી કાદરભાઈ બોકસ: ​ખેડૂત એકતા પેનલ ​સતિષભાઈ હરિભાઈ પટેલ (મેસણ) ​હરેશભાઈ પ્રવીણભાઈ પટેલ (ભ્રમપુરી) ​હેમતભાઈ નશાભાઈ પટેલ (જાદર) ​પંકજભાઈ બાબુભાઈ પટેલ (શેરપુર) ​નરસિંહભાઈ કેશરભાઈ પટેલ (ભાણપુર) ​પ્રવીણભાઈ શામળભાઈ પટેલ (રતનપુર) ​ગજેન્દ્રસિંહ જનકસિંહ કુંપવાત (મણિયોર) ​જયંતિભાઈ દવાભાઈ પટેલ (દેશોતર) ​કાંતિભાઈ મગનભાઈ પટેલ (સિંગા) ​કિરીટભાઈ રઘજીભાઈ પટેલ (જુમસર) બોકસ: ​ખેડૂત વિકાસ ની વેપારી પેનલ ​કે.સી. પટેલ (સદાતપુરા) ​રાહુલભાઈ દામોદર પટેલ (દેત્રોલી) ​જનક ભાઈ ભરતભાઈ પંડ્યા (ઇડર) ખેડૂત વિકાસ પેનલ ​પટેલ જયેશભાઈ જગાભાઈ (ગોરલ) ​પટેલ એકતાબેન મનુભાઈ (ચોરીવાડ) ​પટેલ મિત્તલ કુમાર માધુભાઈ (ભુતીયા) ​પંચાલ જીતેન્દ્રભાઈ કાલીદાસ (કાનપુર) ​જેતાવત વિજયસિંહ શૈતાનસિંહ (અંકાલા) ​પટેલ નંદુભાઈ ડાયાભાઈ (રતનપુર) ​ચૌહાણ નટવરસિંહ અગરસિંહ (આરસોડિયા)
    Click here to Read More
    Previous Article
    પીલુદ્રાના ખેડૂતના કો-ઓપરેટીવ બેંક ખાતામાંથી 21 ટ્રાન્ઝેક્શન:UPI વાપરતા ન હોવા છતાં ખેડૂતના ખાતામાંથી રૂ.1.10 લાખ ઉપડી ગયા
    Next Article
    સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉ.ગુ.માં વરસાદની ખેંચ:સિઝનનો માત્ર 56% વરસાદ પડતાં કૃષિ સંકટ ઘેરું બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment