Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીલુદ્રાના ખેડૂતના કો-ઓપરેટીવ બેંક ખાતામાંથી 21 ટ્રાન્ઝેક્શન:UPI વાપરતા ન હોવા છતાં ખેડૂતના ખાતામાંથી રૂ.1.10 લાખ ઉપડી ગયા

    1 day ago

    પ્રાંતિજ તાલુકાના પીલુદ્રા ગામે રહેતા અને ખેતી કામ કરતા મુકેશકુમાર શામળભાઈ પટેલ સાથે એક વિચિત્ર સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની પ્રાંતિજ શાખામાં તેમનું ખાતું આવેલું છે. ગત 31 ઓગસ્ટના રોજ તેઓ પોતાના ખાતામાંથી ખેતીની આવકના નાણાં ઉપાડવા બેંકમાં ગયા ત્યારે ખાતામાં માત્ર 15,965 રૂપિયા જ બેલેન્સ બોલતું હતું. ​ આ સમગ્ર ઠગાઈની મોડસ ઓપરેન્ડી એવી રહી હતી કે, ભોગ બનનાર ખેડૂત દ્વારા ક્યારેય પણ ફોન-પે કે ગુગલ-પે જેવી યુપીઆઈ સેવાઓનો ઉપયોગ કરવામાં આવતો જ ન હતો. તેમ છતાં સાયબર ગઠિયાઓએ તારીખ 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન અજાણ્યા યુપીઆઈ આઈડી અને કુલ 21 અલગ-અલગ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીને તેમના ખાતામાંથી કુલ 1,10,576 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. ​ બેંક દ્વારા ખેડૂતને આ બાબતે ફોન-પે કે ગૂગલ-પે વાપરતા હોવાની શંકા વ્યક્ત કરી ફ્રોડ અંગે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતે પોતે આવી કોઈ એપ્લિકેશન ન વાપરતા હોવાનું સ્પષ્ટ કરતા સાયબર ફ્રોડ થયાની જાણ થઈ હતી. આ મામલે ખેડૂતે તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુપીઆઈ ધારકો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બેંક એકાઉન્ટ સાથે લિંક આધારની વિગતો મેળવી પ્રાંતિજ પીઆઇ ધરમકુમાર પઢેરીયાએ જણાવ્યું કે ફ્રોડ આચરનાર શખ્સે કોઈપણ રીતે બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલ આધાર કાર્ડની વિગતો મેળવીને 21 જેટલા ટ્રાન્ઝેક્શન કરી અનેક લેયરના માધ્યમથી છેતરપીંડી આચર્યાનું હાલ જણાઈ રહ્યું છે. નાગરીકોએ એપીકે ફાઈલોથી દૂર રહેવું અને ડાઉનલોડ ન કરવી હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું નિધન:100થી વધુ ફિલ્મો અને 500 રચનાઓને સ્વર આપ્યો; 'દીકરી તો પારકી થાપણ' રચનાથી શ્રોતાઓના હૃદયમાં અમર થઈ ગયા
    Next Article
    ત્રિપાંખિયો જંગ જામશે, આગામી 9 સપ્ટેમ્બરે મતદાન થશે:ઈડર APMCની ચૂંટણી, ભાજપનું મેન્ડેટ ન મળતાં નવી પેનલ મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment