Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મફતનગરમાં બે જૂથ વચ્ચે મારામારી:તલવાર, ફરસો અને પાઈપ વડે થયેલા હુમલામાં બંને પક્ષે અનેકને ઈજા, બંને પક્ષો સામસામી ફરિયાદ નોંધાવી

    एक दिन पहले

    ભાવનગરના મફતનગર વિસ્તારમાં આવેલ મનાભાઈના ચોકમાં ગઈકાલે રાત્રિના સમયે બે પક્ષો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે આ બનાવમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરતા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, આ બનાવને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ ગઈકાલે તા.29 જૂન ના રોજ રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા અને તેનો ભાઈ તથા મિત્રો ચોકમાં ઉભા હતા. આ સમયે મહેશ બુધાભાઈ ગોહેલ અને તેના પરિવારજનો ત્યાં આવીને ઘર પાસે રાડો પાડવા બાબતે ઝઘડો કરતા વાત વણસી હતી, ગોપાલ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મહેશ ગોહેલ અને તેના સાથીદારો તલવાર, લોખંડનો ફરસો, ઈંટો અને પથ્થર લઈને આવ્યા હતા અને તેમને તથા તેમના મિત્ર ચેતનભાઈને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ગોપાલને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગોપાલ વાઘેલાએ મહેશ ગોહેલ, કલ્પેશ ગોહેલ, કિશોર ગોહેલ તથા કરણ ગોહેલ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ​બીજી તરફ, મહેશ ગોહેલે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગોપાલ વાઘેલા અને તેના સાથીદારો તલવાર, લોખંડના પાઈપ, છરી અને ધારિયા જેવા હથિયારો લઈને ટોળું વળીને આવ્યા હતા. તેમણે મહેશ, તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશ પર હુમલો કર્યો હતો. જેમાં મહેશને ડોકના ભાગે ધારિયાનો ઘા વાગતા ગંભીર ઈજા પહોંચી છે અને ઓપરેશન કરવું પડ્યું છે, તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ થઈ છે. આથી મહેશ ગોહેલએ ઘોઘા રોડ પોલીસ મથકે ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા, રોહિત ઉર્ફે ડાબેરી કિશોરભાઈ વાઘેલા, કાળો કિશોરભાઈ વાઘેલા, જગદીશ ઉર્ફે જગી ભનુભાઈ મકવાણા, ચેતન ભનુભાઈ મકવાણા, રવી ઉર્ફે કાળો રમેશભાઈ ડાભી, સુનિલ રમેશભાઈ ડાભી, નિલેશ ઉર્ફે ભાજી વિજયભાઈ પરમાર તથા કાળા વિજયભાઈ પરમાર સહિત 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંને પક્ષના ઈજાગ્રસ્તો ટ્રોમા સેન્ટર ખાતે સારવાર હેઠળ છે આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી:હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડ, રૂ.1.30 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પોરબંદરમાં ભાવપરા-રીણાવાડા રોડ પર કાર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત:56 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે મોત, બાળકો સહિત પાંચ ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment