Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વનું સૌથી ઊંચું ઊડતું રાજહંસ રાજકોટનું મહેમાન:બર્ડ એટલાસ-પક્ષીઓની અતથી ઈતિની પ્રસ્તુતિ, 130 પ્રજાતિના બર્ડ્સનું વિહંગવિહાર

    2 days ago

    રાજકોટ શહેર અને જિલ્લાની આસપાસના અલગ અલગ પ્રજાતિઓના પક્ષીઓની એક જ નકશાના આધારે લોકોને માહિતી પ્રાપ્ત થાય તે માટે રાજકોટ બર્ડ એટલાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. હાલ રાજકોટ શહેર અને તેની આસપાસ પક્ષીઓની 130 જેટલી પ્રજાતિઓ છે. રાજકોટ ફોટોગ્રાફી ક્લબ, મહાનગરપાલિકા, પ્રદ્યુમન પાર્ક ઝૂ અને વાઇલ્ડ લાઇફને લગતી સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી સાયન્ટિફિક સર્વે કરવામાં આવશે અને તેના આધારે રાજકોટ બર્ડ એટલાસ તૈયાર થશે. હાલ રાજકોટ પાસે એવરેસ્ટ સર કરી ચૂકેલું બાર હેડેડ - રાજહંસ પક્ષી પણ આવે છે, પરંતુ જાણકારીના અભાવે સામાન્ય લોકો તેને ઓળખી શકતા નથી. જોકે હવે એક વર્ષમાં રાજકોટ બર્ડ એટલાસ તૈયાર થતા સામાન્ય લોકો પણ પક્ષીઓને જાણી શકશે અને વિદ્યાર્થીઓ સાયન્ટિફિકેટના આધારે સંશોધન પણ કરી શકશે. રાજકોટ બર્ડ એટલાસ' શું છે? શમશેર સિંઘે જણાવ્યું હતું કે, અત્યારે રાજકોટમાં એક સરસ મજાના 'સિટીઝન સાયન્સ' સર્વે તરફ આપણે જઈ રહ્યા છીએ જેમાં 'રાજકોટ બર્ડ એટલાસ' એટલે કે રાજકોટ શહેરમાં કેટલા, કયા-કયા પક્ષીઓ કેટલા છે તેનો સાયન્ટિફિક એક ડેટા તૈયાર થવા જઈ રહ્યો છે. જેમાં કાર્યશાળા, ફોટોગ્રાફી ક્લબ રાજકોટ, નેચર રેન્જર્સ અને વાઇલ્ડ લાઇફને લગતી સંસ્થા, રોટરી ક્લબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ અને આવી વિવિધ ઘણી સંસ્થાઓના સહયોગથી સાયન્ટિફિક રિસર્ચ સર્વેનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેને એક વર્ષ લાગશે. જેનો શુભારંભ આજે 16 ઓગસ્ટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે થવા જઈ રહ્યો છે. ડૉ. વિમલ હેમાણી અને આર્કિટેક્ચર પીલુભાઈ સીતાપરા દ્વારા અલગ અલગ પ્રજાતિઓના પક્ષીઓના ફોટોગ્રાફ્સ અને વીડિયો લેવામાં આવ્યા છે. સાયન્સના વિદ્યાર્થીઓને સાયન્ટિફિક ડેટા કામ લાગશે જેમાં રાજકોટ અને આજુબાજુના પક્ષીવિદો, પર્યાવરણ પ્રેમીઓ, પક્ષીઓમાં ખાસ રસ અને નોલેજ ધરાવતા લોકો એકત્રિત થશે. આ જે 'બર્ડ એટલાસ' છે એ બીજા ઘણા બધા શહેરોમાં થઈ ચૂક્યું છે. જેમ કે ગોવા, બેંગલોર, કેરલા, અમદાવાદમાં થઈ ગયું છે. સામાન્ય માણસોને ચકલી, કબૂતર અને પોપટ પૂરતું જ જ્ઞાન હોય છે, પણ આપણી આસપાસ જ ઘણી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. જેનું નોલેજ ન હોવાના કારણે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. જોકે સાયન્સના વિદ્યાર્થીઓને પક્ષીઓ અંગે આગળ સ્ટડી કરવું છે તેઓને સાયન્ટિફિક ડેટા માટે બર્ડ એટલાસ કામ લાગશે. પક્ષીઓની 130 પ્રજાતિઓ, નવી જનરેશનને પ્રકૃતિ અને પક્ષીઓમાં રસ રાજકોટ શહેર અને આસપાસમાં પક્ષીઓની 130 પ્રજાતિઓ છે. અમુક લોકલ તો કેટલીક સમયાંતરે માઇગ્રેટ થઈને આવેલી પ્રજાતિઓ છે. જોકે આ પક્ષીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રાજકોટની આજુબાજુના ડેમ, જળાશયો, મેદાનોમાં પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. આપણે ઘણીવાર એમ સમજતા હોઈએ કે ખાલી જંગલમાં જ પક્ષીઓ જોવા મળે. જોકે વગડાના, પાણીના કિનારે, મેદાનમાં જોવા મળતા પક્ષીઓ અલગ છે. ગત વર્ષે જ અમને બે વિદ્યાર્થિનીઓ મળી જે 'બર્ડ કાઉન્ટ'માં અમારી સાથે હતા. જેથી હવે નવી જનરેશનને પ્રકૃતિ અને પક્ષીઓમાં રસ પડવા મંડ્યો છે. વિશ્વનું સૌથી હાઈએસ્ટ ઉડવાવાળું 'બાર-હેડેડ' રાજહંસ પક્ષી રાજકોટની બહારના ભાગે વિશ્વનું સૌથી હાઈએસ્ટ ઉડવાવાળું 'બાર-હેડેડ' રાજહંસ પક્ષી છે. જે એવરેસ્ટ ક્રોસ કરીને અહીંયા આવે છે. આપણે પિકનિક પોઈન્ટ પર ઘોંઘાટ અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવીએ છીએ. જેના કારણે આ બધા સ્થળો નષ્ટ થાય છે. આવા ઘણા બધા પક્ષીઓ છે જે રાજકોટ આસપાસ આવે છે. મારી બધાને વિનંતી છે કે આપણી જે પ્રકૃતિ, જળાશયો, મેદાનો છે તેની આપણે જાળવણી કરીએ અને નુકસાન ન પહોંચાડીએ.
    Click here to Read More
    Previous Article
    વિશ્વાસનો ફાયદો ઉઠાવી કરોડો ચાઉં કરી લીધા:બિલ્ડરે એકાઉન્ટન્ટને સહી કરેલી કોરી ચેકબુકો આપી, 16 મહિનામાં 1.23 કરોડ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા
    Next Article
    હળવદના રાતાભે ગામે જુગારધામ પર પોલીસનો દરોડો:8 શખ્સો ઝડપાયા, ₹1.27 લાખ રોકડ સહિત મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment