Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:રાખોડીયા તળાવ વિસ્તારમાં ઘટના, પોલીસ તપાસ શરૂ

    2 days ago

    વલસાડ શહેરના રાખોડીયા તળાવ વિસ્તારમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકનું નામ લીલેશભાઈ દિનેશભાઈ પટેલ છે, જેઓ ગાયત્રી મંદિર નજીક તેમના મામા સાથે ઘણા વર્ષોથી રહેતા હતા. આજરોજ સવારે પરિવારજનો કામ અર્થે બહાર ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા ત્યારે બાજુના રૂમનો દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો. અનેક વખત બૂમો પાડવા છતાં કોઈ જવાબ ન મળતા, પરિવારજનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાં પ્રવેશ કરતા લીલેશભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીના દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન:રાસાયણિક ખાતરોના બદલે કુદરતી પદ્ધતિઓ અપનાવવા ભાર મુકાયો
    Next Article
    ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો:55 ટકાથી વધારી 58 ટકા ભથ્થું ચૂકવાશે; એરિયર્સ પણ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment