Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન:રાસાયણિક ખાતરોના બદલે કુદરતી પદ્ધતિઓ અપનાવવા ભાર મુકાયો

    2 days ago

    તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામે "ખેતી બચાવો અભિયાન" અંતર્ગત "સ્વસ્થ માટી, સશક્ત કિસાન, સમૃદ્ધ ભારત" વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખાતરોની આડઅસરોથી બચાવી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સમજાવ્યું કે રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. આ નુકસાન અટકાવવા અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે હવે કુદરતી ખેતી અપનાવવી એ સમયની માંગ છે. વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા કહ્યું કે, તેનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક દવાઓ ખરીદવી પડતી નથી, જેનાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને ખેડૂતોની ચોખ્ખી આવકમાં વધારો થાય છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પ્રાયોગિક અને વ્યવહારુ જ્ઞાન પૂરું પાડ્યું હતું. જેમાં જીવામૃત અને ઘનજીવામૃત ઘરે જ ગાયના છાણ-મૂત્રમાંથી કેવી રીતે બનાવવું, તેમજ પાકને રોગ-જીવાતથી બચાવવા માટે દેશી નુસખાઓ અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. આ અભિયાનમાં જિલ્લાના અંતરિયાળ ગામડાંના મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 3.66 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં:સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર, 48 કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે; ભારેથી અતિભારે વરસાદની આગાહી
    Next Article
    વલસાડમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:રાખોડીયા તળાવ વિસ્તારમાં ઘટના, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment