Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 3.66 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં:સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર, 48 કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે; ભારેથી અતિભારે વરસાદની આગાહી

    2 days ago

    ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું હતું. મોડું બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો કે, હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ થોડી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ ભુક્કા કાઢે તેવી શક્યતા છે. આવતીકાલ (1 જુલાઈ)થી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીમાં 3.66 ઇંચ વરસાદથી કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને સામાન પલળી ગયો હતો. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે.શરૂઆતના જ વરસાદમાં સ્માર્ટ સિટી સુરતના અનેક ગરનાળા, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરત ઉપરાંત નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના અને તાપી સહિતના પંથકોમાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ પણ વાંચો... નવસારીમાં પ્રથમ વરસાદથી જ જળબંબાકાર, MLAના ઘર પાસે ટેમ્પો ખૂપી ગયો રાજ્યના વરસાદની તસવીરો… ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધવા તરફ…
    Click here to Read More
    Previous Article
    યુરોપિયન દેશોમાં ગરમીથી મૃત્યુ વધવાનું જોખમ:ફ્રાન્સમાં કાર્ડિયાક અરેસ્ટના કેસ ચાર ગણા વધ્યા; ઘણા દેશોમાં ટ્રેન, ન્યુક્લિયર પ્લાન્ટ બંધ
    Next Article
    તાપીના દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન:રાસાયણિક ખાતરોના બદલે કુદરતી પદ્ધતિઓ અપનાવવા ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment