Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મેયરે કહ્યું: શહેરમાં ભુવા તો પડશે જ:અધિકારીઓને મીડિયાથી બચીને રહેવાની અપીલ કરી; પ્રિ-મોન્સૂન કામગીરી પર ઉભા થયા સવાલ

    3 days ago

    નવસારીમાં ચોમાસા પહેલા જ મેયરના એક વિવાદાસ્પદ નિવેદનથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. મેયરે જાહેરમાં સ્વીકાર્યું છે કે, શહેરમાં ભુવા તો પડવાના જ છે. આ નિવેદન પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યું છે. મેયરે પોતાના નિવેદન પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે, શહેરમાં મોટા પાયે ડ્રેનેજ અને વરસાદી લાઈનો નાખવાની કામગીરી થઈ છે. આ ખોદકામને કારણે જમીન અંદરથી પોચી બની ગઈ છે. તેમણે ઉમેર્યું કે, આના પરિણામે વરસાદી સિઝન દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ ભુવા પડવાની પૂરેપૂરી શક્યતા છે. પોતાના બચાવમાં મેયરે નવસારીની સરખામણી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરો સાથે કરી હતી, જ્યાં ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે. આ બેઠક દરમિયાન મેયરે પદાધિકારીઓ અને અધિકારીઓને મીડિયાથી બચીને રહેવાની અપીલ પણ કરી હતી. તેમણે સલાહ આપી કે, જો મીડિયા સવાલ પૂછવાનો પ્રયત્ન કરે, તો કોઈએ પણ આવેશમાં આવવાની જરૂર નથી. મેયરના આ નિવેદન બાદ વિપક્ષ અને સ્થાનિક જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તો પછી મેયર પહેલાથી જ ભુવા પડવાના બહાના કેમ શોધી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઘરમાં કુંડાળું વળીને 'તીનપત્તી' રમતા 10 શખ્સો ઝડપાયા:કઠોરગામમાં જુગારઅડ્ડા પર પોલીસ ત્રાટકી, ભાગવાનો મોકો જ ન મળ્યો, ભારે જોવા જેવી થઈ
    Next Article
    સુરતના રત્નકલાકાર ભાઈઓનો હિચકારો હુમલો, CCTV:હીરા કારખાનાના પાટીદાર મેનેજરને બાથરૂમમાં ઘેરી 11 તમાચા અને 4 લાત મારી, જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment