Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના રત્નકલાકાર ભાઈઓનો હિચકારો હુમલો, CCTV:હીરા કારખાનાના પાટીદાર મેનેજરને બાથરૂમમાં ઘેરી 11 તમાચા અને 4 લાત મારી, જાનથી મારી નાખવાની ધમકી

    3 days ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં શિસ્ત અને નિયમોનું પાલન કરાવવું એક પાટીદાર મેનેજરને ભારે પડ્યું છે. નિયમબદ્ધ કામ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા એક રત્નકલાકારે પોતાના ભાઈને બોલાવ્યો અને કારખાનાના બાથરૂમમાં મેનેજ પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ ભેગા મળીને મેનેજરને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. દોઢ મિનિટમાં 11 તમાચા અને 4 લાત મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ઘટનાના લાઈવ દ્રશ્યો કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિયમોનું પાલન કરાવતા મેનેજર સાથે અવારનવાર માથાકૂટ મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના મોટા વરાછા શિવાંત હાઇટ્સમાં રહેતા 30 વર્ષીય ગૌતમભાઈ રમેશભાઈ ઇટાલીયા કાપોદ્રા ખાતે આવેલા પંકજ ડાયમંડ નામના હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કારખાનામાં છેલ્લા પાંચેક મહિનાથી અંકુશ ગોપાલભાઈ આલ્ગોતર (રહે. મારુતિ એપાર્ટમેન્ટ, અબ્રામા રોડ, વરાછા) નામનો રત્નકલાકાર કામ કરે છે. અંકુશ કારખાનામાં સરખી રીતે કામ કરતો ન હતો અને હાજરી માટેનું પંચિંગ પણ નિયમિત કરતો ન હોવાથી મેનેજર ગૌતમભાઈ તેને અવારનવાર ટોકતા હતા. નિયમોનું પાલન કરવાનું કહેતા અંકુશ ઉશ્કેરાઈ જતો અને મેનેજરને હું તો મારી મનમાની જ કરીશ કહીને ધાક-ધમકી આપતો હતો. પ્લાનિંગ સાથે ભાઈને બોલાવી બાથરૂમમાં ઘેરી હુમલો કર્યો ઘટનાના દિવસે એટલે કે 29 મે 2026ના રોજ સવારે મેનેજર ગૌતમભાઈ કારખાના પર હાજર હતા. તે દરમિયાન અંકુશ પણ ત્યાં હાજર હતો. સવારે 8:45 વાગ્યાની આસપાસ અંકુશે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેના ભાઈ જય ગોપાલભાઈ આલ્ગોતરને કારખાના પર બોલાવી લીધો હતો. જયે આવીને મેનેજરને કહ્યું કે, તમારું બાથરૂમમાં કામ છે, ત્યાં આવો. મેનેજર જેવા બાથરૂમમાં ગયા કે તરત જ ત્યાં અગાઉથી હાજર અંકુશ અને તેના ભાઈ જયે દરવાજો બંધ કરી ગૌતમભાઈને ઘેરી લીધા હતા. ગાળો આપી ગડદાપાટુનો માર માર્યાની કરતૂત CCTVમાં કેદ બાથરૂમમાં બંને ભાઈઓએ મેનેજર સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. મેનેજરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને ભાઈઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં સાંભળી ન શકાય તેવી બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. વાત આટલેથી ન અટકતા, બંને ભાઈઓએ એકસંપ થઈને મેનેજર ગૌતમભાઈને પકડી લીધા હતા અને શરીરના ભાગે ગડદાપાટુનો આડેધડ ઢોર માર મારવા લાગ્યા હતા. દોઢ મિનિટમાં 11 તમાચા અને 4 લાત મારી હતી. આ હુમલાના પગલે કારખાનામાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના અને હુમલાખોરોની હરકતો કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જો હવે અમારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું માર માર્યા બાદ બંને શખ્સોએ મેનેજરને ધમકાવતા કહ્યું હતું કે, જો હવે પછી તેં અમારું નામ લીધું છે અથવા પોલીસમાં ગયો છે, તો તને જાનથી મારી નાખીશું. આ પ્રકારની ખુલ્લી ધમકી આપીને બંને ભાઈઓ કારખાનામાંથી નાસી છૂટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મેનેજરે તુરંત જ કપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આપવીતી જણાવી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા આ ચકચારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ભોગ બનનાર મેનેજર ગૌતમ ઇટાળીયાની ફરિયાદના આધારે આરોપી અંકુશ ગોપાલભાઈ આલ્ગોતર અને જય ગોપાલભાઈ આલ્ગોતર વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે કારખાનાના સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલાખોર ભાઈઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મેયરે કહ્યું: શહેરમાં ભુવા તો પડશે જ:અધિકારીઓને મીડિયાથી બચીને રહેવાની અપીલ કરી; પ્રિ-મોન્સૂન કામગીરી પર ઉભા થયા સવાલ
    Next Article
    ગાંધીનગરમાં IITEનું ₹127 કરોડનું અદ્યતન કેમ્પસ બનશે:600 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, આધુનિક લેબ-લાયબ્રેરી સહિતની સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment