Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવેલો હોમગાર્ડ ઝડપાયો:નશાની હાલતમાં જજના બંગલા પર પહોંચ્યો, ઈન્ચાર્જે નોંધાવી ફરિયાદ

    2 days ago

    મહેસાણા શહેરના બિલાડી બાગ પાસે આવેલા જજ બંગલા ખાતે ફરજ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા એક હોમગાર્ડ જવાન વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોતાની શારીરિક સ્થિતિનું ભાન પણ ન રાખી શકે તેટલા હદ સુધી નશો કરેલા આ જવાન સામે હોમગાર્ડ સીટી યુનિટના ઇન્ચાર્જ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જજ સાહેબે ફોન કરીને ઇન્ચાર્જને આપી જાણકારી મહેસાણાના વિસનગર રોડ પર આવેલી ગાયત્રી મંદિર સામેની હોમ લોકોની સોસાયટીમાં રહેતા અને હાલ હોમગાર્ડ સીટી યુનિટમાં ઇન્ચાર્જ તરીકે નાઇટ ચેકિંગની ફરજ બજાવતા રમેશભાઇ નારણભાઈ મકવાણા (ઉં.વ. 53) એ આ અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો અનુસાર, રાત્રિના આશરે 10.15 વાગ્યે મહેસાણા બિલાડી બાગ પાસે આવેલા જજ બંગલા ખાતેથી ખુદ જજ સાહેબે ઇન્ચાર્જ રમેશભાઇને ફોન કરીને જાણ કરી હતી કે તેમના બંગલા પર સુરક્ષા માટે તૈનાત હોમગાર્ડ જવાન દારૂ પીધેલી હાલતમાં છે. ઘટનાસ્થળે પહોંચતા જવાન નશાની હાલતમાં મળ્યો જજ સાહેબના ફોન બાદ ઇન્ચાર્જ રમેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ ગંભીર બાબત અંગે સ્થાનિક પોલીસને પણ વાકેફ કરી હતી. સ્થળ પર તપાસ કરતા જજ બંગલા પર બપોરે 2.00થી રાત્રે 10.00 વાગ્યા સુધીની શિફ્ટમાં ફરજ પર તૈનાત હોમગાર્ડ જવાન શૈલેષભાઇ મુળચંદભાઇ પરમાર (સનદ નં. 963, ઉં.વ. 41, રહે. રામદેવ સોસાયટી, ચામુંડા સોસાયટી પાસે, મહેસાણા) અતિશય નશાની હાલતમાં મળી આવ્યો હતો. દારૂના ભારે નશાના કારણે તે પોતાની શારીરિક સ્થિતિનું ભાન પણ રાખી શકે તેમ નહોતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જવાબદાર સરકારી સ્થળે અને ન્યાયાધીશના નિવાસસ્થાને જ ફરજ પર દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા આ હોમગાર્ડ જવાનને તુરંત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ રમેશભાઇ મકવાણાની ફરિયાદના આધારે મહેસાણા એ-ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હોમગાર્ડ વિભાગ અને સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    94 વર્ષીય વૃદ્ધને 19 વર્ષે મળ્યા ₹41,000:IPS જયવીર ગઢવીની મધ્યસ્થીથી જૂના નાણાકીય વિવાદનો અંત
    Next Article
    રાજકોટમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન:જુદી-જુદી 84 પેઢીઓમાં તપાસ કરી 518 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 6 મોટી પેઢીઓ સીલ અને રૂ.79,500નો દંડ વસૂલાયો, પનીરના ઉત્પાદનમાં એસિટિક એસિડનાં ઉપયોગનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment