Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન:જુદી-જુદી 84 પેઢીઓમાં તપાસ કરી 518 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 6 મોટી પેઢીઓ સીલ અને રૂ.79,500નો દંડ વસૂલાયો, પનીરના ઉત્પાદનમાં એસિટિક એસિડનાં ઉપયોગનો પર્દાફાશ

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે એક મોટું અને કડક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળા અને ચોમાસાની મિશ્ર ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય અને લોકોને શુદ્ધ તેમજ સાત્વિક ખોરાક મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આજે ફૂડ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ શાખા દ્વારા કુલ 518 KG અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંભીર બેદરકારી અને અત્યંત ગંદકી દાખવનારી તેમજ લાયસન્સ વગર ધમધમતી 6 જેટલી મોટી ખાદ્ય પેઢીઓને ત્વરિત અસરથી સીલ કરી દેવામાં આવી હતી. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. 79,500 નો વહીવટી ચાર્જ એટલે કે પેનલ્ટી વસૂલ કરી છે અને કુલ 24 પેઢીઓને સ્ટોરેજ, હાઇજેનિક કન્ડિશન તેમજ ફૂડ લાઇસન્સ બાબતે કડક નોટિસો ફટકારવામાં આવી હતી. આરોગ્ય વિભાગના ડો. હાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા પનીર અને ચીઝના ઉત્પાદકો તેમજ વિક્રેતાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરની સૂચના અનુસાર ફૂડ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી પટેલ વિજય ડેરી એન્ડ સ્વીટ્સ નમકીન સહિત 4 થી 5 પેઢીઓને સીલ કરવામાં આવી છે. જેમાં પટેલ વિજય ડેરીમાં પનીરના ઉત્પાદન માટે એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ એસિટિક એસિડ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. સામાન્ય રીતે આવા એસિડનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં થતો હોય છે, અને અહીં વપરાતું એસિટિક એસિડ ફૂડ ગ્રેડ પ્રકારનું નહોતું. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને ફૂડ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ ઉત્પાદન એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી રોડ જકાતનાકા પાસે આવેલો આ ડેરીનો મુખ્ય શોરૂમ પણ ટીમ દ્વારા સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી અખાદ્ય ચીજોનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ફૂડ વિભાગનાં જણાવ્યા મુજબ આ ચેકિંગ દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે, વિમોક્ષ ઝટકા સામે, મવડી મેઇન રોડ ખાતે આવેલ પ્રખ્યાત "તુલશી બેકરી" માં તપાસ કરતા ત્યાં અત્યંત અનહાઇજેનિક અને ગંદકીભરી પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થોનું સ્ટોરેજ અને ઉત્પાદન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. બેકરીમાં રાખવામાં આવેલ પડતર બેકરી પ્રોડક્ટ્સ, પાઉં અને ભેજવાળો બાંધેલો લોટ સહિત અંદાજિત 160 KG અખાદ્ય ખોરાક મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરાયો હતો અને આ પેઢીને સીલ કરી રૂ. 10,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, સાથે જ લાઇસન્સ અને હાઇજીન બાબતે નોટિસ અપાઇ હતી. આ જ રીતે મવડી મેઇન રોડ પર આનંદ બંગલા ચોક પાસે આવેલી "ક્રિષ્ના રેસ્ટોરન્ટ" માંથી વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, વાસી ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન, અગાઉથી તૈયાર કરેલી ચટણીઓ, પાપડ અને નૂડલ્સ સહિત આશરે 135 KG જેટલો સડેલો અને અખાદ્ય જથ્થો પકડી પાડી તેનો નાશ કરાયો હતો. આ રેસ્ટોરન્ટને પણ સ્થળ પર સીલ મારી રૂ. 10,000 નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મવડી પ્લોટમાં દર્શન-4, ગુજરાત વાયરની બાજુમાં આવેલ "શ્રી પટેલ સ્વીટ્સ" માં પણ ગંભીર અનિયમિતતાઓ જણાતા દુકાનને સીલ કરવામાં આવી હતી અને ત્યાંથી રૂ. 10,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. તેમજ અહીં વેચાતા પનીરની ગુણવત્તા ચકાસવા માટે પનીર (લૂઝ) નો નમૂનો લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. જૂના મોરબી રોડ પર જકાત નાકા પાસે આવેલ "શ્રી પટેલ વિજય સ્વીટ્સ નમકીન" નામની પેઢીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાંથી વાસી, અખાદ્ય અને એક્સપાયરી ડેટ વહી ગઈ હોય તેવા ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ, નમકીન ફરસાણ, ઇન્સ્ટન્ટ કુક ફૂડ પ્રીમિક્સ, મીઠાઈ અને સાટા સહિત કુલ 29 KG માલનો નાશ કરી, પેઢીને સીલ મારી રૂ. 5,000 નો દંડ વસૂલાયો હતો. ગોંડલ રોડ પર વિજય પ્લોટ-24 માં JK હોન્ડા શોરૂમ પાછળ ચાલતી "વિજયભાઈ નારણભાઇ ગામરા" ની પેઢીને સીલ કરી રૂ. 5,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો અને ત્યાંથી પણ પનીર (લૂઝ) નો નમૂનો લેવાયો હતો. જ્યારે મોરબી રોડ પર રાધામીરા રોડ, કલ્પતરૂ સોસાયટીમાં આવેલ "જય બજરંગ ડેરી પ્રોડક્ટસ" માંથી કોઈ પણ પ્રકારના લેબલ વગરનું શંકાસ્પદ પનીર આશરે 10 KG મળી આવતા તેનો નાશ કરી પેઢી સીલ કરાઈ હતી અને રૂ. 2,000 નો દંડ વસૂલાયો હતો. મહાનગરપાલિકાની ફૂડ ટીમોએ શહેરના જાણીતા હોકર્સ ઝોન અને ખાણીપીણી બજારોને પણ નિશાન બનાવ્યા હતા. શીતલ પાર્ક, એરપોર્ટ રોડ હોકર્સ ઝોનમાં આવેલ MGM પંજાબી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાંથી 5 KG વાસી મંચુરિયનનો નાશ કરાયો હતો. જય સિયારામ વડાપાઉંમાંથી 1 KG અખાદ્ય મરચાની ચટણીનો નાશ કરી લાઇસન્સ અંગે નોટિસ અપાઇ હતી. શિવશક્તિ ચાઇનીઝ પંજાબીમાંથી પ્રતિબંધિત અજીનોમોટોનો જથ્થો ઝડપી તેનો નાશ કરાયો હતો. આ ઝોનમાં જય માતાજી કાઠિયાવાડી, રાજ પાઉંભાજી, R.V. ફૂડ પોઈન્ટ, અમીષા ચાઇનીઝ પંજાબી અને સદગુરુ ફાસ્ટફૂડને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ધારવી ઢોસા, શ્રી ગણેશ મદ્રાસ કાફે, શ્રી સિધ્ધી વિનાયક બાલાજી વડાપાઉં, જોગી સ્ટીમ ઢોકળા/ભેળ, જય ખોડિયાર પંજાબી ચાઇનીઝ અને શ્રી આઈ ફાસ્ટફૂડ પેઢીઓની સ્થળ પર સઘન તપાસ કરવામાં આવી હતી. રેસકોર્સ હોકર્સ ઝોનમાં પણ ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં A-1 ચાઇનીઝમાંથી 5 KG વાસી મંચુરિયનનો નાશ કરી રૂ. 2,000 નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આમચી મુંબઈમાંથી 2 KG અખાદ્ય મસાલાનો નાશ કરી રૂ. 200 દંડ કરાયો હતો. સંતોષ બટેટા પૂરીમાંથી 3 KG અખાદ્ય ચટણીનો નાશ કરી રૂ. 500 નો દંડ વસૂલાયો હતો. શ્રીનાથજી પાઉંભાજી પાસેથી રૂ. 1,000 નો ચાર્જ વસૂલાયો હતો. આ ઉપરાંત કનૈયા મકાઇ, આઝાદ આઇસડીશ ગોલા, શ્રીનાથજી સેવપૂરી-ગોલા અને સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ પ્રત્યેક પાસેથી રૂ. 200 નો વહીવટી ચાર્જ વસૂલ કરી લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. સંતોષ દહી પૂરી, સંતોષ ભેળ/દાબેલી, સાવરીયા પાણિપુરી અને સંતોષ ભેળ/રગડો પેઢીઓ પાસેથી પણ રૂ. 200 લેખે વહીવટી ચાર્જ લેવાયો હતો. આ જ વિસ્તારમાં શ્રીનાથજી ચાઇનીઝ, કનૈયા લસ્સી, સંતોષ ભૂંગળા બટેટા, G.K. ફાસ્ટ ફૂડ, બાઇટ્સ કુલ્ચા, મહાદેવ વડાહબ, પ્રભુ જાલમુરી, ધ ગ્રીલ ચીલ સેન્ડવિચ, શ્રી હરી ફાસ્ટ ફૂડ અને બ્રિંગ યોર ઓવન બેગને ફૂડ લાઇસન્સ રજૂ કરવા નોટિસ અપાઇ હતી, જ્યારે A-1 મદ્રાસ કાફે, ધોરાજી ભૂંગળા બટેટા, પીઝા પાર્લર, A-1 સ્ટીમ ઢોકળા, સાધના ભૂંગળા બટેટા અને નીકીઝ આઈસ પેઢીની માત્ર ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ફૂડ વિભાગની ટીમોએ મવડી પાળરોડ પર રામધણ આશ્રમ પાછળ, આસોપાલવ એપાર્ટમેન્ટ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી રેસ્ટોરન્ટ, શ્રીનાથજી હોટલ પાન અને બાલાજી એન્ટરપ્રાઇઝ (મુંબઈયા મિસળ - વડાપાઉં) MMV નામની ત્રણેય પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી પ્રત્યેક પાસેથી રૂ. 2,000 લેખે વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. જ્યારે 20/25 જાગનાથ કોર્નર પર આવેલ આકાશદીપ રેસ્ટોરન્ટને લાઇસન્સ અનિયમિતતા બદલ રૂ. 5,000 નો મોટો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો. ગોંડલ રોડ પર પણ ફૂડ સેફ્ટી ઓફિસરોએ વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સંગિતા રેસ્ટોરન્ટમાંથી 22 KG જેટલા વાસી કઠોળ અને બાફેલા ચણાનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો અને રૂ. 2,500 નો ચાર્જ વસૂલાયો હતો. રાજ મંદિર રેસ્ટોરન્ટમાંથી 2 KG વાસી રોટલાનો નાશ કરી રૂ. 500 દંડ કરાયો હતો. ધ્રુવી ગઠિયા અને ભજીયા સેન્ટરમાંથી 5 KG સડેલા શીંગદાણા અને વાસી મરચાંનો નાશ કરી રૂ. 500 વસૂલાયા હતા. શિવ રગડોમાંથી 5 લીટર અખાદ્ય ચટણીનો નાશ કરી રૂ. 1,000 નો ચાર્જ વસૂલાયો હતો. અક્ષર રેસ્ટોરન્ટમાંથી 4 KG બગડેલા લોટનો નાશ કરી રૂ. 500 દંડ વસૂલાયો હતો. ઇલુભાઇ ગાંઠિયા વાળામાંથી 3 KG વાસી ઘૂઘરાની ચટણીનો નાશ કરી રૂ. 200 નો ચાર્જ અને પકોડા સેન્ટર (કનૈયા રેસ્ટોરન્ટ) માંથી 3 KG ગાંઠિયાની ચટણીનો નાશ કરી રૂ. 500 નો ચાર્જ વસૂલ કરાયો હતો. પ્રમુખ સોડા શોપ પાસેથી રૂ. 200 અને હોટલ માલધારી પાસેથી રૂ. 1,000 નો ચાર્જ વસૂલાયો હતો. આ જ રોડ પર રામેશ્વર રેસ્ટોરન્ટ (રંગોલી હોટલ), ખોડિયાર હોટલ અને A.K. લાઇવ ફૂડઝોન પ્રત્યેકને નોટિસ આપી રૂ. 1,000 લેખે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે કોલ્ડ હાઉસ અને ચામુંડા રસ કેન્દ્રની સ્થળ તપાસ કરાઇ હતી. પ્રધ્યુમાન પાર્ક અને મવડી ચોકડી વિસ્તારમાં શિવધારા ફૂડઝોનમાંથી 8 KG અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ અપાઇ હતી. શ્રી રામ કેન્ટીનમાંથી 5 KG વાસી ભાજી અને પોરબંદરના પ્રખ્યાત ચાઇનીઝ મોમોઝમાંથી 5 KG અજીનોમોટો તથા વાસી મંચૂરિયનનો નાશ કરી લાઇસન્સ બાબતે નોટિસ અપાઇ હતી. આ ઉપરાંત માં ચામુંડા કેન્ટીન, તિરુપતિ કેન્ટીન, ધર્મરાજ વડાપાઉં અને રાધિકા આઇસ્ક્રીમ બદામ શેકને નોટિસ આપવામાં આવી હતી તેમજ મુરલીધર નાસ્તા ગૃહની સામાન્ય ચકાસણી કરવામાં આવી હતી. ન્યુ જાગનાથ રોડ/જાગનાથ ચોક વિસ્તારમાં નારાયણ દિલ્લીચાટ ફાસ્ટફૂડમાંથી 2 KG અખાદ્ય ચટણીનો નાશ કરી નોટિસ અપાઇ હતી અને બિહારીફ દાબેલી વડાપાઉં પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ વિસ્તારમાં આકાશદીપ રેસ્ટોરન્ટ, બાલાજી સેન્ડવિચ, સાગર ઘૂઘરા વડાપાઉં અને રઘુવંશી પાણિપુરીની ટીમો દ્વારા માત્ર સ્થળ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં બસ સ્ટેન્ડની સામેની બાજુએ આવેલી કુલ 14 જેટલી દુકાનો અને કેન્ટીનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને આરોગ્ય માટે નુકસાનકારક એવા 41 KG અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને આ તમામ આસામીઓ પાસેથી કુલ મળીને રૂ. 9,700 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ઓમ નગર 40 ફૂટ રોડ વિસ્તારમાં પણ ફૂડ ટીમોએ સપાટો બોલાવી ત્યાં રોડ સાઈડ ઊભી રહેતી 16 જેટલી નાની-મોટી દુકાનો અને ખાણીપીણીની રેકડીઓ પર તપાસ હાથ ધરી હતી. ત્યાંથી આશરે 18 KG જેટલો વાસી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડી તેનો જમીનદોસ્ત નાશ કરવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારની 2 પેઢીઓને ફૂડ લાઇસન્સ ન હોવા બદલ અથવા અધૂરું હોવા બદલ કડક નોટિસ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની આ આકરી અને વ્યાપક કાર્યવાહીથી સમગ્ર શહેરના અપ્રમાણિક વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે ચેકિંગ ચાલુ રાખવાની કડક ચીમકી આપવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા લોકોને પણ કોઈપણ સ્થળે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાય તો તરત ફૂડ વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવેલો હોમગાર્ડ ઝડપાયો:નશાની હાલતમાં જજના બંગલા પર પહોંચ્યો, ઈન્ચાર્જે નોંધાવી ફરિયાદ
    Next Article
    સોમનાથમાં શ્રીકૃષ્ણ-શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:ત્રણ દિવસીય મહોત્સવ સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment