Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શ્રીકૃષ્ણ-શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:ત્રણ દિવસીય મહોત્સવ સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને

    3 days ago

    સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 1 થી 3 જુલાઈ દરમિયાન ત્રિ-દિવસીય શ્રીકૃષ્ણ મંદિર અને શ્રી શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ ધર્મોત્સવ ગીર સોમનાથ અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયાના મુખ્ય યજમાનપદે યોજાશે. આ મહોત્સવ શ્રી કૃષ્ણનગર સોસાયટી, સોમનાથ-જૂનાગઢ નેશનલ હાઈવે, ભાલપરા ચોકડી, કંસારાની કાદી ખાતે યોજાશે. સનાતન હિંદુ ધર્મ સમિતિ દ્વારા રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ અને કોળી સમાજના પરિવારોને ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધર્મોત્સવના પ્રથમ દિવસે, 1 જુલાઈએ, કુટીરહોમ, રથયાત્રા, મૂર્તિઓ અને દેવતાઓની સ્થાપના તેમજ નવગ્રહ હોમ જેવા કાર્યક્રમો યોજાશે.બીજા દિવસે, 2 જુલાઈએ, સ્થાપિત દેવતાઓનું પૂજન, ધાન્યાનિવાસ, જલયાત્રા અને મૂર્તિઓની સ્થાપના વિધિ સાથે સાયંપૂજા કરવામાં આવશે. ત્રીજા અને અંતિમ દિવસે, 3 જુલાઈએ, સવારે સ્થાપિત દેવતાઓનું પૂજન, મૂર્તિ ન્યાસ અને પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને કલશ સ્થાપના થશે. સાંજે છપ્પનભોગ પ્રસાદી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. ત્રણેય દિવસ બપોરના 1 થી 7 કલાક દરમિયાન પ્રસાદી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન:જુદી-જુદી 84 પેઢીઓમાં તપાસ કરી 518 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 6 મોટી પેઢીઓ સીલ અને રૂ.79,500નો દંડ વસૂલાયો, પનીરના ઉત્પાદનમાં એસિટિક એસિડનાં ઉપયોગનો પર્દાફાશ
    Next Article
    વેરાવળમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા:સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી, એકની શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment