Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    94 વર્ષીય વૃદ્ધને 19 વર્ષે મળ્યા ₹41,000:IPS જયવીર ગઢવીની મધ્યસ્થીથી જૂના નાણાકીય વિવાદનો અંત

    2 days ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામના 94 વર્ષીય વૃદ્ધ જયંતીલાલ માધવજીભાઈ ગોહેલને 19 વર્ષ જૂના નાણાકીય વિવાદમાં આખરે ન્યાય મળ્યો છે. IPS જયવીર ગઢવીની ટીમે મધ્યસ્થી કરીને તેમને ₹41,000 પરત અપાવ્યા હતા. આ વિવાદ વર્ષ 2007થી ચાલી રહ્યો હતો. જયંતીલાલભાઈએ ગામના કાનજીભાઈ કલ્યાણભાઈ બાબરીયા પાસેથી નાણા લેવાના નીકળતા હતા. આ મામલે તેમણે પોલીસમાં અરજી કરી હતી. IPS જયવીર ગઢવીએ આ અરજીને ગંભીરતાથી લીધી અને તેમના સીધા સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરાવી. પોલીસ ટીમે મધ્યસ્થી કરીને કાનજીભાઈના ભત્રીજા અને પૂર્વ સરપંચ જગદીશભાઈ ધીરુભાઈ બાબરીયા હસ્તક વૃદ્ધ જયંતીલાલભાઈને ₹41,000 પુરેપુરા પરત અપાવ્યા. નાણા પરત મળતા જયંતીલાલભાઈ ગોહેલે પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે 19 વર્ષથી તેઓ આ નાણા માટે પરેશાન હતા અને પોલીસના સહકારથી તેમને ન્યાય મળ્યો છે. ન્યાય મળ્યાની ખુશીમાં, વૃદ્ધ જયંતીલાલભાઈએ IPS જયવીર ગઢવી અને તેમની ટીમને પેંડા ખવડાવી આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    NHAI wins Rs 1,202-crore arbitration award in Karnataka highway dispute
    Next Article
    દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવેલો હોમગાર્ડ ઝડપાયો:નશાની હાલતમાં જજના બંગલા પર પહોંચ્યો, ઈન્ચાર્જે નોંધાવી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment