Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારા હત્યા કેસ ઉકેલાયો, પાકીટના ઝઘડામાં હત્યા:આરોપી અનિલ મકવાણા ઝડપાયો, લાકડાનો ધોકો કબજે

    1 day ago

    મોરબીના ટંકારા તાલુકાના નસીતપર ગામે થયેલા હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઈ ગયો છે. પાકીટની બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગત 28 જૂનના રોજ રાત્રિના દસ વાગ્યાના અરસામાં બની હતી. નસીતપર ગામમાં અશોકસિંહ હનુભા ઝાલાની વાડીમાં ખેતમજૂરી કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા અને તેમના મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા બેઠા હતા. આ દરમિયાન અનિલ મકવાણાનું પાકીટ રવિભાઈ ચોરાસાએ લઈ લીધું હોવાની બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા, અનિલ અશ્વિનભાઈ મકવાણાએ રવિભાઈ બાબુભાઈ ચોરાસા પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રવિભાઈને શરીર અને માથામાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ આરોપી અનિલ મકવાણા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હ્યુમન સોર્સિસ અને મળેલી બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી અનિલ મકવાણાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ધોકો પણ કબજે કર્યો છે. આ કેસમાં જરૂરી પુરાવા એકત્રિત કરવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં મામલતદાર કચેરીએ ખેડૂતોએ સમજાવતાં ભાજપ નેતાઓને ઘેર્યા:ખેડૂત આંદોલનને તાલુકાના 22 ગામનું સમર્થન; માર્કેટ યાર્ડ આજે બંધ રખાયું, આવતીકાલે કાર-બાઇક રેલી યોજી જેતપર પહોંચશે
    Next Article
    વડોદરામાં IAF ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026 કાર્યક્રમ:ઇન્ડિયન એરફોર્સમાં ડ્રોન ટેકનોલોજી, AI અને અદ્યતન સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા થઈ, આત્મનિર્ભર સંરક્ષણ ટેકનોલોજી પર ભાર મૂકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment