Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં IAF ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026 કાર્યક્રમ:ઇન્ડિયન એરફોર્સમાં ડ્રોન ટેકનોલોજી, AI અને અદ્યતન સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા થઈ, આત્મનિર્ભર સંરક્ષણ ટેકનોલોજી પર ભાર મૂકાયો

    1 day ago

    વડોદરા એર ફોર્સ સ્ટેશન ખાતે આજે ભારતીય વાયુસેના(IAF) દ્વારા IAF ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને સ્વદેશી ટેકનોલોજી સાથે સાંકળવાનો તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં જાહેર-ખાનગી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સરકારી અને ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME એકમો તેમજ વિવિધ સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંદાજે 200 જેટલી કંપનીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું. આ પ્રસંગે ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તેમજ અન્ય અદ્યતન સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ ઉદ્યોગજગતને ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતો વિશે માહિતી આપી હતી તેમજ સંયુક્ત સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસ માટે સહયોગ વધારવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતીય કંપનીઓનું વાયુસેનામાં સતત વધી રહેલા યોગદાન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક ઉદ્યોગો દ્વારા વિકસાવવામાં આવતી અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર અને ટેકનોલોજીકલ રીતે સશક્ત બનાવવાના પ્રયાસોને વેગ આપવા આ કાર્યક્રમને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન એરફોર્સના એર કોમોડોર, જી. ડી. સિંગે જણાવ્યું હતું કે, આજની આ ઇન્ડસ્ટ્રી આઉટરીચ ઇવેન્ટમાં ભારતીય ઉદ્યોગોનો સહકાર અને ભાગીદારી ખૂબ જ ઉત્સાહજનક અને પ્રશંસનીય રહ્યા છે. આજે અહીં 200થી પણ વધુ ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા છે. અમે તેમને એ તમામ વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ કર્યા છે જેમાં આપણા વાયુ યોદ્ધાઓ, મેઇન્ટેનન્સ સ્ટાફ, એડમિનિસ્ટ્રેશન અને સિક્યોરિટી સ્ટાફ કાર્ય કરે છે. આનો મુખ્ય હેતુ એ છે કે, દેશના ઉદ્યોગો એ વાતને સમજી શકે કે વાયુસેના કઈ સ્થિતિમાં કામ કરે છે, જેથી 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તેઓ જે પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, તે અમારી જરૂરિયાતોને બરાબર સુસંગત અને અસરકારક બને. અમને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે વાયુસેના અને ઉદ્યોગો વચ્ચેનું આ જોડાણ ભવિષ્યમાં પણ આમ જ જળવાઈ રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે, ઉદ્યોગોને વાયુસેનાની કાર્યપદ્ધતિ નજીકથી બતાવવી. ભારત સરકારના સંશોધન અને વિકાસના વિવિધ પ્રોગ્રામ્સ છે, જેમ કે, 'મેક' પ્રોગ્રામ, 'આઈડેક્સ', રેવન્યુ પ્રોગ્રામ કે પછી 'ટીડીએફ'. આ તમામ હેઠળ જે પ્રોડક્ટ્સ વાયુસેના માટે બનાવવામાં આવી રહ્યા છે, તેના માટે ઉદ્યોગોને ખબર હોવી જોઈએ કે, ભારતીય વાયુસેના કઈ પરિસ્થિતિઓમાં ઓપરેટ કરે છે. આ સમજણથી તેઓ વધુ ગુણવત્તાયુક્ત અને વાયુસેનાની જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ તૈયાર કરી શકશે. તેઓએ કહ્યું હતું કે, અમારી વચ્ચે તાલમેલ ખૂબ જ સારો રહ્યો છે. અમને એ જણાવતા આનંદ થાય છે કે, હાલમાં અમે ભારતીય ઉદ્યોગો સાથે મળીને 180થી વધુ સંશોધન અને વિકાસના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ, જે અલગ-અલગ તબક્કામાં છે. આ પ્રતિસાદ ઘણો પ્રોત્સાહક છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય ઉદ્યોગો વાયુસેનાની જરૂરિયાતો અને માગને પૂરી કરવામાં ચોક્કસપણે સફળ રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે, ભારતીય વાયુસેનાની જરૂરિયાતો અને માગ અંગે 2025માં 'ટેકનોલોજી પર્સ્પેક્ટિવ કેપેબિલિટી રોડમેપ' જાહેર કરવામાં આવ્યો છે, જે આગામી 15 વર્ષનો રોડમેપ છે. આ સિવાય વાયુસેના સમયાંતરે પોતાના 'કમ્પ્રેસિવ કમ્પેન્ડિયમ્સ' પણ બહાર પાડે છે, જે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જે પણ નવી માગ કે જરૂરિયાત ઊભી થાય છે તે સંબંધિત સરકારી વેબસાઇટ્સ પર મૂકવામાં આવે છે. જેમ કે, 'મેક ઇન ઇન્ડિયા'ની વેબસાઇટ પર, 'આઈડેક્સ' માટે DIOની વેબસાઇટ પર અને TDF માટે DRDOની વેબસાઇટ પર આ તમામ વિગતો નિયમિત અપડેટ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારા હત્યા કેસ ઉકેલાયો, પાકીટના ઝઘડામાં હત્યા:આરોપી અનિલ મકવાણા ઝડપાયો, લાકડાનો ધોકો કબજે
    Next Article
    સુરેન્દ્રનગરના પૂર્વ-કલેક્ટર રાજેન્દ્ર પટેલે પુરાવાનો નાશ કરવા ગુગલમાં સર્ચ કર્યું:EDએ કહ્યું-મોબાઈલમાંથી 800 ફોટો મળ્યા, લાંચના વહીવટ પર નજર રાખતા; હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment