Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના પૂર્વ-કલેક્ટર રાજેન્દ્ર પટેલે પુરાવાનો નાશ કરવા ગુગલમાં સર્ચ કર્યું:EDએ કહ્યું-મોબાઈલમાંથી 800 ફોટો મળ્યા, લાંચના વહીવટ પર નજર રાખતા; હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

    1 day ago

    સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેમાં રાજેન્દ્ર પટેલના વકીલ અને EDએ દલીલો રજૂ કરી હતી. EDની દલીલ અનુસાર, આરોપીના મોબાઈલમાંથી 800 જેટલા ફોટા મળી આવ્યા છે, તેઓ લાંચના વહીવટ પર સીધી નજર રાખતા હતા. એટલું જ નહીં, કાયદાકીય સકંજામાંથી બચવા અને પોતાની સામેના પુરાવાનો નાશ કરવા માટે તેમણે ગૂગલ પર હાઉ ટુ રીસેટ સેમસંગ S24 અલ્ટ્રા સર્ચ પણ કર્યું હતું. રાજેન્દ્ર પટેલનો 50 ટકા હિસ્સો આશરે 3 કરોડથી વધુનો થવા જાય ગુજરાત હાઇકોર્ટે ED દ્વારા દાખલ PMLA કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી નાખી છે. તેઓ પર આક્ષેપ છે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિન-ખેતીમાં ફેરવવા માટે લાંચનું એક નિશ્ચિત માળખું અને દર નક્કી કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર લાંચની કુલ રકમમાંથી 50% હિસ્સો કલેક્ટરને, 25 ટકા નિવાસી અધિક કલેક્ટરને અને બાકીનો હિસ્સો અન્ય સ્ટાફને મળતો હતો. અરજદારના કાર્યકાળ દરમિયાન કલેક્ટર કચેરીમાં 501 CLU અરજીઓ પ્રક્રિયા હેઠળ લાવવામાં આવી હતી, જેમાં કુલ ગુનાની કમાણી 7.14 કરોડ આંકવામાં આવી છે. જેમાંથી સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનો 50 ટકા હિસ્સો આશરે 3 કરોડથી વધુનો થવા જાય છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો સુરેન્દ્રનગર ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. આ પણ વાંચો: એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું રાજેન્દ્ર પટેલની તબિયત સારી ન હોવાનું જણાવીને જામીન આપવા અરજી અરજદાર સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વતી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે અને કોઈપણ ખેડૂત કે ભોગ બનનારનું નિવેદન લેવાયું નથી. આ મામલાના મુખ્ય ગુનામાં હજુ સુધી ચાર્જશીટ દાખલ થઈ નથી અને મુખ્ય ગુના વગર માત્ર PMLA હેઠળ કેસ ચલાવી શકાય નહીં. અન્ય સહ-આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી, તેથી સમાનતાના આધારે જામીન મળવા પાત્ર છે. અરજદારની તબિયત સારી ન હોવાથી તબીબી આધારો પર પણ જામીન આપવા વિનંતી કરવામાં આવી હતી. આ પણ વાંચો: 1500 કરોડના જમીનકૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR 'કલેક્ટરના મોબાઈલમાંથી 800 ફોટા મળ્યા, લાંચના વહીવટ પર નજર રાખતા' ED તરફથી સામે દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર કલેક્ટર હોવાથી ઓફિસના સર્વોચ્ચ વડા હતા અને મની લોન્ડરિંગના આ આખા રેકેટના મુખ્ય સૂત્રધાર છે. તેમની પાસે ડિજિટલ પુરાવા તરીકે પર્સનલ મોબાઈલમાંથી CLU ફાઈલોના 800 જેટલા ફોટા મળી આવ્યા છે, જેના દ્વારા તેઓ લાંચના વહીવટ પર નજર રાખતા હતા. આ પણ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ ગુગલ પર "how to reset Samsung S24 Ultra" સર્ચ કર્યું વધુમાં કહ્યું હતું કે, EDના દરોડાના આગલા જ દિવસે અરજદારે પુરાવાનો નાશ કરવા માટે ગુગલ પર "how to reset Samsung S24 Ultra" સર્ચ કર્યું હતું, જે તેમનું શંકાસ્પદ વર્તન દર્શાવે છે. આ ગેરકાયદેસર નાણાં પત્નીના નામે સ્થાવર મિલકતો અને દાગીના ખરીદવામાં રોકવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ એ એક સ્વતંત્ર ગુનો છે અને મુખ્ય ગુનામાં ચાર્જશીટ ન થઈ હોય તો પણ PMLA હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ પણ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડના આરોપીને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી હાઈકોર્ટે નોંધ્યું કે, અરજદાર સામે PMLAની કલમ 45 હેઠળની બેવડી શરતો સંતોષાતી નથી એટલે કે પ્રથમ દ્રષ્ટિએ અરજદાર નિર્દોષ હોય તેવું માનવાને કોઈ વ્યાજબી કારણ નથી. ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ દેશના અર્થતંત્ર તેમજ લોકશાહીના પાયાને નુકસાન પહોંચાડે છે. અરજદારે વહીવટી વડા તરીકે પ્રામાણિકતાથી કામ કરવાને બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું હતું. પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવનાને નકારી શકાય નહીં. અરજદારની તબીબી સ્થિતિ કોઈ જીવલેણ બીમારી ધરાવતી નથી અને જેલની અંદર તેની સારવાર થઈ શકે તેમ છે. હાઇકોર્ટે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી નાખી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં IAF ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026 કાર્યક્રમ:ઇન્ડિયન એરફોર્સમાં ડ્રોન ટેકનોલોજી, AI અને અદ્યતન સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા થઈ, આત્મનિર્ભર સંરક્ષણ ટેકનોલોજી પર ભાર મૂકાયો
    Next Article
    Delhi's EV Policy 2.0: What It Means For Legacy 2-Wheelers And Repair Shops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment