Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજની ચેમ્બર બહાર વકીલોના ધરણા:જજે વકીલો સાથે તોછડા વર્તન કર્યાનો આક્ષેપ, અગાઉ ઉચ્ચ જજીસને પત્ર લખવામાં આવ્યો હતો

    1 day ago

    ગાંધીનગર, રાજકોટ બાદ અમદાવાદમાં પણ જજ સામે વકીલોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા અદાલતના ન્યાયાધીશ સામે વકીલો અત્યારે વિરોધ કરી રહ્યા છે. અગાઉ 140 જેટલા વકીલોએ વકીલોએ જજ ઉપાધ્યાયની વર્તણૂક સંદર્ભે સંલગ્ન ઉચ્ચ જજીસને પત્ર લખ્યો હતો. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને પત્ર લખ્યા બાદ પણ નિરાકરણ ના આવતા વકીલોએ ધરણાનો માર્ગ અપનાવ્યો છે. વકીલો જજ ઉપાધ્યાયની ચેમ્બર બહાર જ ધરણા કરવા બેઠા છે. હાઇકોર્ટના ચીફ જજને 140 વકીલોનો પત્ર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલ, કોર્ટના યુનિટ જજ સંગીતા વિશેન અને પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં 140 વકીલોની સહી કરવામાં આવી હતી. વકીલો સાથે તોછડું વર્તન કરવાનો આક્ષેપ એસોસિએશન આ પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એક જજ કોર્ટ શરૂ થાય એટલે પહેલા સેશન્સ કેસો ચલાવે છે, ત્યારબાદ ક્રિમિનલ પરચુરણ અરજીઓ ચલાવે છે. જેને લઈને વકીલોએ આખો દિવસ તેમની કોર્ટમાં બેસી રહેવું પડે છે. તેઓ જામીન અરજીઓમાં વિલંબથી ઓર્ડર કરે છે અને વકીલો સાથે તોછડું વર્તન કરે છે. જુનિયર વકીલોને કોટરૂમની બહાર કાઢવાનો આક્ષેપ કેસની રજૂઆત કરવા માટે આવેલા સિનિયર વકીલો સાથે જુનિયર વકીલો હોય તો તેમને કોટરૂમની બહાર કાઢી મૂકે છે. ઇન કેમેરા પ્રોસેડિંગ ન હોવા છતાં સાહેદોની તપાસમાં કોર્ટરૂમનો દરવાજો અંદરથી બંધ કરાવે છે. તેઓ શંકાશીલ સ્વભાવના છે અને જુનિયર વકીલોને શીખવા માટે પણ કોર્ટમાં પણ બેસવા દેતા નથી. તેઓ MACT કેસોમાં પુરશીશમાં સહી કરતા નથી.
    Click here to Read More
    Previous Article
    4 ઇંચ વરસાદ ખાબકતા સુરત જળબંબાકાર:ત્રણ મહિના પહેલા ત્રણ કરોડમાં બનેલો 400 મીટરનો રોડ બેસી ગયો, પૂરાણ કરવા આવેલી ટ્રક જ ખૂંપી ગઈ
    Next Article
    શીતળા કુંડ ગ્રાન્ટ વિવાદ અને કોંગ્રેસની ઘેરાવની ચીમકી:​જૂનાગઢમાં શીતળા કુંડના રિનોવેશન મુદ્દે ભારે હોબાળો: ૫૦ લાખની ગ્રાન્ટ રદ થતા કોંગ્રેસે ધારાસભ્યના ઘર અને ઓફિસ ઘેરવાની ચેતવણી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment