Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી દ્વારકા જતી વંદે ભારનો સમય બદલાતા શ્રધ્ધાળુઓમાં આક્રોશ:ગુજરાત પેસન્જર એસો.ની રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના સાંસદો સમક્ષ ફરીયાદ, જૂનો સમય યથાવત રાખવા માંગ

    10 hours ago

    અમદાવાદથી દ્વારકા જતી વંદે ભારત ટ્રેનનો સમય એકાએક જ અને કોઈ કારણો વગર બદલી નાખવામાં આવતા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નિકળ્યો છે. કેમકે અગાઉની ટ્રેનના સમયમાં મંદીરમાં દ્વારકાધીશના દર્શન થઈ શકતા હતા. જ્યારે હવે ભગવાનના દર્શન કરવા માટે વધુ એક દીવસ રોકાવવુ પડે છે. આ સંદર્ભમાં ગુજરાત પેસેન્જર એસોસિએશનના આગેવાન તેમજ રેલવેની કેટલીક મહત્વની કમિટીઓમાં વર્ષો સુધી સેવા આપનારા કશ્યપ વ્યાસે રેલવેના જનરલ મેનેજર,ચીફ કોમર્શિયલ મેનેજર, ડીઆરએમ તેમજ અમદાવાદના ભાજપના બન્ને સાંસદોને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવાયુ છે કે, અમદાવાદ ડીવીઝનના અધિકારીઓ હંમેશા મોટા અને ખોટા પ્રચાર કરવામાં માને છે. ગમે ત્યારે ગમે તેવા નિર્ણયો લઈને મુસાફરોને પરેશાન કરી નાખે છે. રજૂઆતમાં જણાવાયુ છે કે, કોર્મશિયલ વિભાગના વડા ત્યાગી આવ્યા છે ત્યારથી મુસાફરોની હેરાનગતિ વધી છે. તેમની ભુલ કે મુર્ખામીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. હવે વંદેભારત ટ્રેનનો સમય બદલી નાખવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ અમદાવાદથી આ ટ્રેન સાંજે છ વાગ્યે ઉપડીને રાત્રે 12-40 વાગ્યે દ્રારકા પહોંચી જતી હતી. શ્રધ્ધાળુઓ મંગળાઆરતીના દર્શન કરીને બીજા દિવસે દ્રારકાથી વહેલી સવારે 4-30 વાગ્યે અમદાવાદ સવારે 11 વાગ્યે આવતી હતી. જ્યારે હવે જે ટાઈમમા ફેરફાર કરાયા છે તે મુજબ આ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતીથી સવારે 6 વાગ્યે ઉપડીને બપોરે 12-30 વાગ્યે દ્રારકા પહોંચે છે. જ્યારે મંદીર બપોરે 1થી 5 વાગ્યા સુધી બંધ રહે છે જેથી શ્રધ્ધાળુઓ દર્શન કરી શકતા નથી. ભાવીકોએ ફરજીયાત રીતે રોકવવાની ફરજ પડી રહી છે. કેમકે દ્રારકાથી વંદેભારત ટ્રેન સાંજે 4-45 વાગ્યે ઉપડીને રાત્રે 11-15 વાગ્યે અમદાવાદ પહોંચે છે. એટલે કે, નવા સમય મુજબ ટ્રેન દ્રારકા પહોંચે ત્યારે મંદીરની દ્રાર શ્રધ્ધાળુઓ માટે બંધ હોય અને ટ્રેન ત્યાંથી રવાના થાય ત્યાર પછી મંદીરના દ્વાર દર્શન માટે ખુલે છે.
    Click here to Read More
    Previous Article
    લંડનની લાયબ્રેરીના 'ILLP-2026' પ્રોગ્રામ માટે MSUના ડો.મયંક ત્રિવેદીની પસંદગી:દુનિયાના 22 લોકોમાંથી ભારતના એકમાત્ર લાઇબ્રેરિયન સિલેક્ટ, કાર્યક્રમ 1થી 10 જુલાઈ યોજાશે
    Next Article
    જેતપર ખેડૂત આંદોલનમાં 13મા દિવસે ઉપવાસીઓની સંખ્યા વધી:વીજ લાઈન પ્રશ્ને 13 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર અડગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment