Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનની લાયબ્રેરીના 'ILLP-2026' પ્રોગ્રામ માટે MSUના ડો.મયંક ત્રિવેદીની પસંદગી:દુનિયાના 22 લોકોમાંથી ભારતના એકમાત્ર લાઇબ્રેરિયન સિલેક્ટ, કાર્યક્રમ 1થી 10 જુલાઈ યોજાશે

    9 hours ago

    વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આગવી ઓળખ છે ત્યારે વધુ એક આગવું ઓળખને દુનિયાની નજરોમાં સ્થાન મળ્યું છે. એમ.એસ. યુનિવર્સિટીની શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીના યુનિવર્સિટી ગ્રંથપાલ ડો. મયંક જે. ત્રિવેદીની યુનાઇટેડ કિંગડમના લંડન ખાતે આવેલી પ્રતિષ્ઠિત બ્રિટિશ લાયબ્રેરી દ્વારા આયોજિત 'ઇન્ટરનેશનલ લાયબ્રેરી લીડર્સ પ્રોગ્રામ' (ILLP) 2026 માટે પસંદગી કરવામાં આવી છે. લંડનમાં ભારતમાંથી ડો. મયંક ત્રિવેદી એકમાત્ર સહભાગી આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામ આગામી 1થી 10 જુલાઈ, 2026 દરમિયાન લંડનની બ્રિટિશ લાયબ્રેરી ખાતે યોજાશે. આ વૈશ્વિક કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી માત્ર 22 નામાંકિત પુસ્તકાલય અને માહિતી વ્યાવસાયિકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં સમગ્ર ભારતમાંથી ડો. મયંક ત્રિવેદી એકમાત્ર સહભાગી છે. તેમની આ સિદ્ધિથી દેશ અને યુનિવર્સિટીનું ગૌરવ વૈશ્વિક સ્તરે વધ્યું છે. 'ILLP-2026' પ્રોગ્રામ શું છે? 'ઇન્ટરનેશનલ લાયબ્રેરી લીડર્સ પ્રોગ્રામ' (ILLP) એ વરિષ્ઠ પુસ્તકાલય વ્યાવસાયિકો માટે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત નેતૃત્વ વિકાસ પહેલોમાંની એક છે. આ પ્રોગ્રામમાં નોલેજ મેનેજમેન્ટ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, રિસર્ચ સપોર્ટ, ઇનોવેશન, લીડરશિપ ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓપન સાયન્સ અને સમાજમાં પુસ્તકાલયોની ભવિષ્યની ભૂમિકા જેવા ઉભરતા પ્રવાહો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હંસા મહેતા લાયબ્રેરી ભારતની અગ્રણી શૈક્ષણિક લાઇબ્રેરીઓમાં સ્થાન ડો. મયંક ત્રિવેદી વર્ષ 2010થી એમ.એસ. યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રંથપાલ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી આધુનિક અને ડિજિટલ બની છે. તેમણે સંશોધન સહાય પ્રણાલીને મજબૂત કરવા અને ઓપન-એક્સેસ પહેલોને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી છે. આજે હંસા મહેતા લાયબ્રેરી ભારતની અગ્રણી શૈક્ષણિક લાઇબ્રેરીઓમાં સ્થાન પામે છે. એક પ્રતિષ્ઠિત શિક્ષણવિદ તરીકે ડો. ત્રિવેદીએ અસંખ્ય પીએચ.ડી. સ્કોલર્સને માર્ગદર્શન આપ્યું છે, પુસ્તકો અને સંશોધન પત્રો લખ્યા છે, અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચો પર વ્યાખ્યાનો આપ્યા છે. તેઓ IATUL, ILA, IASLIC અને MANLIBNET જેવી અગ્રણી વ્યાવસાયિક સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. 'હું આ સિદ્ધિ પુસ્તકાલય વ્યવસાય, મારી યુનિવર્સિટી અને જ્ઞાનની શક્તિને સમર્પિત કરું છું' આ પ્રસંગે ડો મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ લાયબ્રેરી ખાતે ભારત અને એમ.એસ. યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે મોટા સન્માનની વાત છે. આ તક મને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખવામાં, આંતરરાષ્ટ્રીય લાયબ્રેરી લીડર્સ સાથે જોડાવામાં અને ભારતના શૈક્ષણિક તથા જાહેર પુસ્તકાલય તંત્રને વધુ મજબૂત કરવા માટે નવીન અભિગમો શોધવામાં મદદ કરશે. હું આ સિદ્ધિ પુસ્તકાલય વ્યવસાય, મારી યુનિવર્સિટી અને જ્ઞાનની શક્તિમાં વિશ્વાસ રાખનારા તમામને સમર્પિત કરું છું. પરિવાર અને શૈક્ષણિક જગતમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી ડો. ત્રિવેદીની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવાર અને શૈક્ષણિક જગતમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. ભારતમાં જાહેર પુસ્તકાલય ચળવળના પ્રણેતા એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના દ્રષ્ટિવંત વારસાને આ સિદ્ધિ વધુ આગળ ધપાવે છે. તેમની આ સહભાગિતાથી વૈશ્વિક સ્તરે એમ.એસ. યુનિવર્સિટીની શાખ વધશે અને નોલેજ મેનેજમેન્ટ તેમજ ઇન્ફોર્મેશન સર્વિસિસના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ પ્રદર્શિત થશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો બીજો દિવસ:સમાપન સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી હાજર
    Next Article
    અમદાવાદથી દ્વારકા જતી વંદે ભારનો સમય બદલાતા શ્રધ્ધાળુઓમાં આક્રોશ:ગુજરાત પેસન્જર એસો.ની રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના સાંસદો સમક્ષ ફરીયાદ, જૂનો સમય યથાવત રાખવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment