Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની અદાવતનું 'સમાધાન' લોહિયાળ બન્યું!:વાડીમાં સામસામે છરીના ઘા ઝીંકાયા, ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા

    1 day ago

    વડોદરા શહેરના વાડી વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી જૂની અદાવતનો અંત લાવવા માટે યોજાયેલી સમાધાન બેઠક જ લોહિયાળ બની હતી. એચ.વી. શ્રોફ સ્કૂલ પાછળ બપોરના સમયે શરૂ થયેલી બોલાચાલીના પગલે બંને પક્ષ સામસામે આવી જતા વાતચીતના બદલે બંને પક્ષના લોકોએ સામસામે છરાથી હુમલો કર્યો હતો,જેમાં લોકો ઘાયલ થતાં તેમને લોહી લુહાણ હાલતમાં અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વાડી પોલીસે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાધાન માટે મળેલી બેઠક લોહિયાળ બની વાડી વિસ્તારમાં રહેતા અરબાઝ ઉર્ફે બોઇલરને બપોરે આદિલ ઉર્ફે બાટલાનો ફોન આવ્યો હતો. ફોન પર ગાળો આપી તેને એચ.વી.શ્રોફ સ્કૂલ પાછળ મળવા બોલાવવામાં આવ્યો હતો. અરબાઝ પોતાના બે ઓળખીતાઓ જૈદ ઉર્ફે ગામા અને ઇકબાલ ઉર્ફે ટફી સાથે ત્યાં પહોંચ્યો હતો. થોડીવાર બાદ આદિલ પોતાના કાકા આરીફ ઉર્ફે માંજરા સાથે ત્યાં આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં સમાધાનની બેઠક કરવાની હતી. પરંતુ બેઠક તો દૂર રહી આ બંને જૂથ વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી, જેમાં આરીફે પોતાના વાહનની ડિકીમાંથી છરી કાઢીને અરબાઝ પર હુમલો કર્યો હતો. અરબાઝે બચાવ માટે હાથ વચ્ચે નાખતા તેની હથેળી અને કોણી પર છરીના ઘા વાગ્યા હતા. ઇકબાલ વચ્ચે પડતાં મામલો થોડો શાંત પડ્યો હતો. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘાયલ અરબાઝને પ્રથમ તોફીક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે આદિક્યુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી બીજી તરફ, આરીફ ઉર્ફે માંજરાએ નોંધાવેલી ફરિયાદમાં અલગ જ દાવો કર્યો છે. તેના જણાવ્યા મુજબ ભત્રીજા આદિલે સમાધાન માટે બોલાવતાં તે સ્થળે પહોંચ્યો હતો, જ્યાં અરબાઝ, ઇકબાલ અને જૈદ આદિલ સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. છોડાવવાનો પ્રયાસ કરતાં ઇકબાલે છરી વડે હુમલો કરી તેના હાથની કોણી અને બે આંગળીઓમાં ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આરીફને પ્રથમ જમનાબાઈ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ડભોઈવાલા સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોએ એકબીજા સામે હત્યાના પ્રયાસ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વાડી પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારાના કટાસવાણ ગામે દીપડી પાંજરે પુરાઈ:પશુનો શિકાર કરી આતંક મચાવતી દીપડી ઝડપાઈ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
    Next Article
    સપડા ગણપતિ ધ્વજારોહણ ધ્વજારોહણ ઉત્સવ સંપન્ન:મહિલા સખીમંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment