Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારાના કટાસવાણ ગામે દીપડી પાંજરે પુરાઈ:પશુનો શિકાર કરી આતંક મચાવતી દીપડી ઝડપાઈ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    1 day ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતી દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે. દીપડી પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કટાસવાણ ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડીનો દેખાવ થતો હતો. તાજેતરમાં જ આ દીપડીએ ગામમાં એક પાડાનો શિકાર કર્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ખેડૂતો તેમજ શ્રમિકો માટે ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું હતું. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને દીપડીને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. ગઈ રાત્રે શિકારની શોધમાં નીકળેલી આશરે 2 થી 2.5 વર્ષની માદા દીપડી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગઈ હતી. સવારે દીપડી પકડાઈ હોવાની જાણ થતાં જ આસપાસના લોકો તેને જોવા માટે એકઠા થયા હતા. વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબજો લીધો છે અને તેની તબીબી તપાસ સહિતની નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. દીપડી પકડાતા કટાસવાણ ગામના લોકોએ વન વિભાગની કામગીરીની સરાહના કરી અને રાહત અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    તાપી જિલ્લામાં વરસાદ શરૂ:નિઝર સહિત સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી
    Next Article
    જૂની અદાવતનું 'સમાધાન' લોહિયાળ બન્યું!:વાડીમાં સામસામે છરીના ઘા ઝીંકાયા, ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment