Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં વરસાદ શરૂ:નિઝર સહિત સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

    1 day ago

    તાપી જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ નિઝર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નિઝર તાલુકાના રૂમકીતળાવ અને વેલદા ટાંકી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ડાંગર સહિતના ખરીફ પાકો માટે તે ફાયદાકારક સાબિત થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. તાપી જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધીના 6 કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે: વાલોડમાં 20 mm, વ્યારામાં 12 mm, ઉચ્છલમાં 4 mm, ઉકાઈમાં 3 mm અને સોનગઢમાં 1 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ થતાં ખરીફ પાકની વાવણી કરનારા ખેડૂતોમાં આશા જાગી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે, તો ચાલુ વર્ષે કૃષિ ઉત્પાદન સારું થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી-રાજકોટ હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો:જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા ખેડૂતો રસ્તા પર ઉતર્યા
    Next Article
    વ્યારાના કટાસવાણ ગામે દીપડી પાંજરે પુરાઈ:પશુનો શિકાર કરી આતંક મચાવતી દીપડી ઝડપાઈ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment