Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જગન્નાથજી મંદિરે ભવ્ય ભજનસંધ્યા યોજાઈ:પ્રાગટ્ય મહોત્સવ અને દેવસ્નાન પૂર્ણિમા નિમિત્તે ભક્તો ભક્તિરસમાં તરબોળ

    10 घंटे पहले

    પાટણના શ્રી જગન્નાથજી મંદિરમાં ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ અને દેવસ્નાન પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભજનસંધ્યામાં પાટણના જાણીતા ભજન કલાકારો ગોરલ ત્રિવેદી, નિરવ ગાંધી, પિંકલ રાવલ, ખ્યાતિ ભાવસાર અને અશોક રાજે ભજનો રજૂ કર્યા હતા. કલાકારોએ ત્રણ કલાક સુધી ભક્તિમય વાતાવરણ જાળવી રાખ્યું હતું. મંદિર પરિસર "જય જગન્નાથ"ના જયઘોષ અને હરિનામ સંકીર્તનથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત ભક્તોએ ભજન, નામસ્મરણ અને તાળીઓના તાલે ભક્તિનો આનંદ માણ્યો હતો. શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ભજનસંધ્યાને સફળ બનાવનાર કલાકારોને ભગવાન શ્રી જગન્નાથજીનો કેસરી ખેસ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ અને મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પીયૂષભાઈએ તેમના જન્મદિવસ નિમિત્તે કલાકારોને રૂ.5,000નો રોકડ પ્રોત્સાહન પુરસ્કાર આપ્યો હતો. આચાર્ય પીયૂષભાઈએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી જગન્નાથજી પોતાના ભક્તોની ખુશીમાં જ ખુશ થાય છે. કલાકારોએ ભક્તોને ભક્તિ અને હરિનામના રસમાં લીન કરીને પ્રભુની સેવા કરી છે. તેમણે ઉમેર્યું કે, ભજન દ્વારા ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ જાગૃત કરવી એ પણ એક મહાન સાધના છે. તેમણે કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાનયાત્રા, અનવસર લીલા અને આગામી ૧૪૪મી પરંપરાગત રથયાત્રાના મહાત્મ્ય અંગે ભક્તોને માહિતી અપાઈ હતી. રથયાત્રાના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભગવાન શ્રી જગન્નાથજીની મહાઆરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં વરસાદ સાથે આફતની એન્ટ્રી:400 મીટરનો આખો રોડ બેસી ગયો, મોતના કૂવા જેવા 5 ભયાનક ભુવા,  ભુવો પૂરવા આવેલી ટ્રક ગરકાવ
    Next Article
    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો બીજો દિવસ:કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં સમાપન સમારોહ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment