Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો બીજો દિવસ:કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં સમાપન સમારોહ યોજાશે

    9 hours ago

    વડોદરા ખાતે બે દિવસથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યની ચોથી રિજનલ મીટ છે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાત એ આગામી દિવસોમાં ઉદ્યોગો માટે માનીતું બની જશે. મધ્ય ગુજરાત લાંબા સમયથી રાજ્યના ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને ગુજરાતના કુલ ઉત્પાદન ક્ષેત્રમાં આશરે 28 ટકા જેટલો મહત્વપૂર્ણ ફાળો આપે છે. હવે આ પ્રદેશ ઉત્પાદન ક્ષેત્રની સાથે સેવા ક્ષેત્રમાં પણ અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા સોમવારે GSFC યુનિવર્સિટી, વડોદરા ખાતે યોજાયેલી ચોથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન સેવા ક્ષેત્ર પર આયોજિત ઉચ્ચસ્તરીય સેમિનારમાં થઈ હતી. આ ચર્ચા વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 (2026-2031)ના વિઝનને અનુરૂપ હતી. રાજ્યએ 2047 સુધીમાં $3.5-ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં ઉત્પાદન ક્ષેત્રની સાથે સેવા ક્ષેત્રને પણ સમાન પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વૈશ્વિક સેવા ક્ષેત્રનું મૂલ્ય અંદાજે $8.7 ટ્રિલિયન છે અને ગુજરાતે આ ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા માટે IT અને ITeS, નાણાકીય સેવાઓ અને ફિનટેક, પ્રવાસન અને આતિથ્ય, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સહિત કુલ 21 પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરી છે. ગઈકાલે યોજાયેલા સેમિનારમાં સરકાર, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સેવા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આજે આ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં જગન્નાથજી મંદિરે ભવ્ય ભજનસંધ્યા યોજાઈ:પ્રાગટ્ય મહોત્સવ અને દેવસ્નાન પૂર્ણિમા નિમિત્તે ભક્તો ભક્તિરસમાં તરબોળ
    Next Article
    Surat Rain Update News | સુરત જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment