Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહેશે!:ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેને ચાર્જ મળી શકે, નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ!

    1 day ago

    રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ટર્મ આજે 30 જૂન પૂરી થવાની છે, ત્યારે નવા કુલપતિ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ નવા કાયમી કુલપતિ ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવશે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેની નિમણૂક થાય તેવી શક્યતા છે અથવા હાલના કુલપતિ નીરજા ગુપ્તાને પણ ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આશિષ દવે સંઘ સાથે જોડાયેલા છે જેથી તેમના નામની હાલમાં ચર્ચા ચાલી રહી છે. કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક 1 જુલાઈ 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નીરજા ગુપ્તાએ કમાન સંભાળી હતી. નીરજા ગુપ્તાની કુલપતિ તરીકેની ટર્મ 30 જૂન 2026ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે, જેથી ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળશે. જે માટે સર્ચ કમિટી દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવી છે. જોકે કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવશે. નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ, રીપીટ કરવાની શક્યતા ઓછી ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી કુલપતિના હોદ્દા માટે સંઘમાં પ્રભુત્વ ધરાવતા વ્યક્તિનો દબદબો રહ્યો છે. હાલમાં સંઘ અને અન્ય અધ્યાપકો દ્વારા શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેનું નામ મોકલવામાં આવ્યું છે. આશિષ દવેને આજે(30 જૂન) ઈનચાર્જ કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી શકે છે. નીરજા ગુપ્તાએ પણ કુલપતિ માટેની બીજી ટર્મના પ્રયત્ન કર્યા છે, પરંતુ સરકાર અને સંઘ બંને તેમનાથી નારાજ હોવાથી તેમને રીપીટ કરાય તેવી શક્યતા ઓછી છે. આશિષ દવેનું નામ ચર્ચામાં, પણ આ કોલેજમાં નિમણૂક વખતે વિવાદ થયો આશિષ દવે અગાઉ સાવલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે, ત્યારબાદ તેમણે લાંબા સમય સુધી એચ.કે. કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી છે અને તેઓ ડીન પણ બન્યા હતા. ગત વર્ષે જ તેમણે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સમર્પણ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે જવાબદારી મેળવી હતી. જોકે તેમને એચ.કે. કોલેજમાંથી ડીન તરીકે નિમણૂક મેળવી સમર્પણ કોલેજમાં નિમણૂક મેળવી તેનો વિવાદ થયો હતો જે વિવાદ થોડા સમયમાં પૂરો પણ થઈ ગયો હતો. ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહેશે! ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંઘ સાથે જોડાયેલા વ્યક્તિની જ કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવે છે. સંઘ જે નામ સરકારને સોંપે તે નામ પર જ સરકાર મ્હોર મારે છે, ત્યારે અત્યારે સંઘ દ્વારા આશિષ દવેનું નામ આપવામાં આવ્યું છે. જેમને હાલમાં ઈનચાર્જ કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવશે. જે બાદ સર્ચ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થતા કાયમી કુલપતિ તરીકે આશિષ દવેની નિમણૂક કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા:નવસારી-ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગીરનાર વાદળોથી ઢંકાયો; 28 તાલુકામાં વરસાદ
    Next Article
    3 શખસનો લોખંડના પાઇપ સાથે મજૂર પર જીવલેણ હુમલો:વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવા બાબતે મામલો બિચક્યો, ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment