Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા:નવસારી-ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગીરનાર વાદળોથી ઢંકાયો; 28 તાલુકામાં વરસાદ

    एक दिन पहले

    સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે. ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, 02 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે. બીજી તરફ, આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદે જમાવટ કરી છે. સૌથી વધુ સુરત શહેરમાં 2 ઈંચ તો સૌથી ઓછો તાપીના વાલોદમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે, જેનાથી અનેક ગરનાળા-રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાયા. આ ઉપરાંત નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના, તાપી સહિતના પંથકમાં વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા; વરાછામાં ઝાડ પડ્યું સુરતમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જહાંગીરપુરા, અડાજન અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકા (SMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના-નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત, ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે ગંદા પાણી ઉભરાઈ આવ્યા છે અને આખો અંડરપાસ સ્વિમિંગ પૂલ બની ગયો છે. રસ્તાઓ પર ભારે પાણી ભરાવાને કારણે અનેક વાહનો અધવચ્ચે બંધ પડી ગયા છે, જેના લીધે ઉધનાથી સચિન તરફ જતો મુખ્ય માર્ગ આખેઆખો ભારે ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે અને સચિન GIDC તરફ જતા હજારો નોકરીયાતો કલાકો સુધી રસ્તા પર અટવાયા છે. બીજી તરફ, વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે એક મોટું ઝાડ પડી જવાની ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આમ, શહેરમાં એક તરફ કુદરતી આફતો સામે તંત્ર એલર્ટ દેખાયું, તો બીજી તરફ દર વર્ષે સર્જાતી જળબંબાકારની જટિલ પરિસ્થિતિ અને પાલિકાના પૂર્વ આયોજન વિનાના માત્ર કાગળ પરના પોકળ દાવાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના વરસાદની તસવીરો… આગામી 7 દિવસની આગાહી, ક્યાં કેવો વરસાદ પડશે?
    Click here to Read More
    Previous Article
    અયોધ્યા પહોંચેલા યુપી કોંગ્રેસ અધ્યક્ષ નજરકેદ:પત્નીએ કહ્યું- જીવને જોખમ, ટ્રસ્ટની ઓફિસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહેશે!:ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેને ચાર્જ મળી શકે, નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment