Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ચૂંટણીના નાણાં ચૂકવાયા, નવસારીમાં બાકી:નવસારી મનપા ચૂંટણીના બે માસ બાદ પણ કર્મચારીઓને મહેનતાણું ન મળતા આક્રોશ

    16 hours ago

    ગત 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખડેપગે ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ અને શિક્ષકો પોતાના હકના મહેનતાણાથી હજુ પણ વંચિત છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાને બે મહિના વીત્યા હોવા છતાં, તંત્ર દ્વારા પેમેન્ટ કરવામાં થઈ રહેલા વિલંબને કારણે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાની ભૂલ બદલ સસ્પેન્ડ કરવાની ચીમકીઓ આપવામાં આવતી હોય છે, પરંતુ પોતાની જવાબદારી નિભાવવામાં તંત્ર કેમ વિલંબ કરી રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. પાડોશી વલસાડ જિલ્લામાં તમામ કર્મચારીઓના નાણાં જમા થઈ ગયા હોવા છતાં, નવસારીમાં આટલો વિલંબ કેમ? ડિજિટલ યુગમાં ઓનલાઇન પેમેન્ટના દાવાઓ વચ્ચે કર્મચારીઓ તેમના મહેનતાણાની રાહ જોઈ રહ્યા છે. અગાઉની "હાથોહાથ" ચૂકવણીની સિસ્ટમ વધુ સારી હોવાની ચર્ચાઓ વચ્ચે, હવે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી પંચને તાકીદે તેમના હકના નાણાં જમા કરાવવા અપીલ કરી છે. વહીવટી તંત્રની કામગીરીની શાખ બચાવવા આ બાબતે સત્વરે નિર્ણય લેવો અનિવાર્ય છે. 192 મતદાન મથકોએ 800એ ફરજ બજાવી હતી ગત 29 એપ્રિલ 2026ના રોજ નવસારી મનપા ની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે નવસારીના 192 જેટલા મતદાન મથકોપર અંદાજે 800થી વધુ સરકારી કર્મચારીઓ અને શિક્ષકોએ ધોમધખતા તાપમાં ખડેપગે રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી હતી. મેયર અને ડે.મેયરની રચના થઈ પણ ચૂંટણી સાથે જોડાયેલા સ્ટાફને હકના નાણાં માટે વલખા મારવા પડી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્માર્ટ મીટર ન મુકાવતા અધિકારીઓએ પાવર કાપની ધમકી આપી‎:નવસારીમાં ફોક્સની ચાલમાં જનતાએ વિરોધ કરતા વીજ કર્મીઓ પરત ફર્યા
    Next Article
    બાળ સહાય:નવસારી જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાથી 416 અનાથ બાળકોને મળી રહ્યું છે આર્થિક પીઠબળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment