Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ મીટર ન મુકાવતા અધિકારીઓએ પાવર કાપની ધમકી આપી‎:નવસારીમાં ફોક્સની ચાલમાં જનતાએ વિરોધ કરતા વીજ કર્મીઓ પરત ફર્યા

    14 hours ago

    નવસારી શહેરમાં DGVCL દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરનો વિરોધ વકરી રહ્યો છે. સોમવારે નવસારીના રાયચંદ રોડ સ્થિત ફોક્સની ચાલમાં જ્યારે DGVCLની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી, ત્યારે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોના ભારે હોબાળા અને વિરોધને પગલે DGVCLની ટીમને સ્માર્ટ મીટર લગાવ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બંદર રોડ વિસ્તારના એક હજારથી વધુ ઘરોમાં પણ આ સ્માર્ટ મીટર બેસાડવાનું આયોજન છે, જેને લઈને રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોતાની મરજી વિરુદ્ધ સ્માર્ટ મીટર નહીં નાખવા દેવાની ચીમકી ઉચ્ચારી રહીશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ મામલે પોતાનો વિરોધ દર્શાવવા અને રજૂઆત કરવા માટે મંગળવારના રોજ સવારે જલાલપોર DGVCL કચેરીએ મોટી સંખ્યામાં રહીશો પહોંચશે. નવસારીમાં સ્માર્ટ મીટરના વિરોધને પગલે તંત્ર અને નાગરિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે, સ્માર્ટ મીટર મુકાવવાની વાતને લઈને આગામી દિવસોમાં નવસારી શહેરમાં મામલો વધુ ગંભીર બને તેવી શક્યતા છે. સ્માર્ટ મીટર: જાણો શું છે નિયમ અને હેતુ કેન્દ્ર સરકારની સુધારેલી ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ જૂના વીજ મીટરના સ્થાને "પ્રિપેઇડ સ્માર્ટ મીટર" લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મીટરનો મુખ્ય હેતુ વીજળીના વપરાશ પર સચોટ દેખરેખ રાખવાનો, લાઈન લોસ ઘટાડવાનો અને બિલિંગમાં પારદર્શિતા લાવવાનો છે. ગ્રાહકો મોબાઈલની જેમ અગાઉથી રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકશે. નિયમ મુજબ, વીજ કંપનીઓ તબક્કાવાર તમામ કનેક્શન્સમાં આ ટેકનોલોજી લાગુ કરવા માટે અધિકૃત છે. "અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી, તેને ઘરમાં ફીટ કરવા નહીં દઈએ’ "અમારા ઘરે જૂના મીટર ચાલુ જ છે, તો અમારે નવા સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી. DGVCLની ટીમ દ્વારા વીજળી કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેનો અમે સખત વિરોધ કર્યો છે. તેમણે નોટિસ આપવાનો પ્રયાસ કર્યો પણ અમે તે સ્વીકારી નથી. દુકાનોમાં ભલે મીટર નાખ્યા, પણ ઘરમાં અમે સ્માર્ટ મીટર નહીં નાખવા દઈએ. અમે આ અંગે DGVCLમાં લેખિત રજૂઆત કરવાના છીએ. - રાજેશભાઇ, સ્થાનિક બંદર રોડ, નવસારી અગ્રણી
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં નવીન કોલેજ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન:SP જાડેજાએ ધનસુરા રોડ પર કર્યું લોકાર્પણ
    Next Article
    વલસાડમાં ચૂંટણીના નાણાં ચૂકવાયા, નવસારીમાં બાકી:નવસારી મનપા ચૂંટણીના બે માસ બાદ પણ કર્મચારીઓને મહેનતાણું ન મળતા આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment