Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળ સહાય:નવસારી જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાથી 416 અનાથ બાળકોને મળી રહ્યું છે આર્થિક પીઠબળ

    17 hours ago

    રાજ્ય સરકાર દ્વારા અનાથ અને નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સંતુલિત વિકાસ માટે "પાલક માતા-પિતા યોજના" અમલમાં મૂકવામાં આવી છે. જેમાં નવસારી જિલ્લામાં હાલ 416 અનાથ બાળકોના ખાતામાં સરકાર દર માસે રૂ. 3000ચૂકવી રહી છે. સંસ્થાકીય ઉછેર કરતાં બાળકને કૌટુંબિક માહોલમાં ઉછેરવાનો હેતુ ધરાવતી આ યોજના થકી અનાથ બાળકોને પ્રેમ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. અનાથ અને નિરાધાર બાળકોના કૌટુંબિક ઉછેર માટે સરકાર "પાલક માતા-પિતા યોજના" અંતર્ગત માસિક રૂ. 3000 આપે છે. 18 વર્ષ સુધીના બાળકો, જેમણે માતા-પિતા ગુમાવ્યા હોય અથવા એક વાલીના અવસાન બાદ બીજાના પુનઃલગ્ન થયા હોય, તેઓ લાભ લઈ શકે છે. અરજી માટે દસ્તાવેજો સાથે નવસારીમાં સેન્ટ્રલ આર્કેડમાં આવેલા જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવા જણાવાયું છે. અરજી માટે ક્યાં દસ્તાવેજો જરૂરી અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં મૃત્યુનો દાખલો, જન્મ પ્રમાણપત્ર, બોનાફાઈડ પ્રમાણપત્ર, બાળક અને પાલક વાલીના ફોટોગ્રાફ, આવકનો દાખલો (ગ્રામ્ય વિસ્તાર માટે મર્યાદા રૂ. 27000 અને શહેરી વિસ્તાર માટે રૂ. 36,000), રેશનકાર્ડ, આધાર કાર્ડ અને બેંક ખાતાની નકલ જરૂરી છે. પુનઃલગ્નના કિસ્સામાં સંબંધિત સ્વઘોષણાપત્ર કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ચૂંટણીના નાણાં ચૂકવાયા, નવસારીમાં બાકી:નવસારી મનપા ચૂંટણીના બે માસ બાદ પણ કર્મચારીઓને મહેનતાણું ન મળતા આક્રોશ
    Next Article
    ઉભરાટ દરિયામાં નહાવા ગયેલી 11‎વર્ષીય બાળાનું ડૂબી જવાથી મોત‎:પરિવારની સામે ન્હાતી હોવા છતાં ધ્યાન ન આપતા બાળા દરિયામાં ખેંચાઇ ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment