Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ-તાલાલા ગીરમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ:ચોમાસાની વિદાય પહેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, રાજ્યમાં હજુ 11 ટકા વરસાદની ઘટ

    17 hours ago

    રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય પહેલા જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથના તાલાલામાં આજે 30 સપ્ટેમ્બરે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તાલાલા શહેર, ગીર અને આંકોલવાડી સહિતના વિસ્તારોમાં અચાનક બદલાયેલા વાતાવરણમાં બપોરે સાડા ત્રણ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા છે. વીસ મિનિટમાં અડધો ઇંચ વરસાદ વરસતા ગીરના ખેડૂતોમાં ખુશી છવાઈ છે. હાથિયા નક્ષત્રની આખરમાં વરસાદે આગમન કરતા ખેતીને ફાયદો થશે. ભાદરવા માસના પ્રારંભે વરસાદ થયો હતો જે બાદ સતત વાતાવરણ સુકુ રહ્યું હતું. ત્યારે ખેડૂતો મગફળી, સોયાબીન, કપાસ શાકભાજી, શેરડી સહિતના પાકને પિયત આપવાની તૈયારીમાં હતા. ત્યારે જ ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોને રાહત મળી છે. ​જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો જૂનાગઢ જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ​માળીયા હાટીના, કેશોદ અને વિસાવદરમાં લાંબા વિરામ બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. માળીયા હાટીનાના અમરાપુર, તરસિંગડા, વિરડી અને માતરવાણીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાએ બેટિંગ કરી હતી. તો કેશોદના અજાબ, શેરગઢ તેમજ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે વિસાવદરના પિયાવા, સતાધાર, સરસાઈ, મોણીયા અને કાલસારી સહિત આજુબાજુના તમામ ગામમાં વરસાદ વરસ્યો છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે આજે એટલે કે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમની રહેશે. દરમિયાન નલિયાથી ડીસા સુધીના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને આગામી 2થી 3 દિવસમાં રાજ્યના વધુ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. રાજ્યમાં હજુ 11 ટકા વરસાદની ઘટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં એક જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 637 મિમિ (25.07 ઈંચ) વરસાદ વરસ્યો છે. જો કે સામાન્ય વરસાદ 711.9 મિમિ (28.02 ઈંચ) વરસાદ હોવો જોઈએ. ત્યારે રાજ્યમાં હજુ 11 ટકા વરસાદની ઘટ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 411.2 (16.18 ઈંચ) વરસાદ વરસ્યો છે. જે સામાન્ય 539.9 મિમિ (21.25 ઈંચ) હોવો જોઈએ. એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 ટકા વરસાદ ઓછો પડ્યો છે. અમદાવાદમાં 34.8 તો રાજકોટમાં 35.5 ડિગ્રી તાપમાન આજે અમદાવાદ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 34.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયા અમદાવાદ શહેરમાં લોકો ગરમીને કારણે હેરાન થઈ રહ્યા છે. સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 5 જિલ્લામાં 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 34.8 તો રાજકોટમાં 35.5 ડિગ્રી તાપમાનથી લોકો ગરમીનો અહેસાસ થયો છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારે રબી પાકોની MSPમાં વધારો કર્યો:ઘઉંમાં ₹25નો વધારો; ₹1.86 લાખ કરોડના ગ્રીન એનર્જી કોરિડોરને પણ મંજૂરી
    Next Article
    ગીરમાં ધોધમાર વરસાદ, VIDEO:અમદાવાદ-વડોદરા વચ્ચે અકસ્માતમાં 5નાં મોત, નિરમા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સામે શ્રમિકે બિભત્સ ચાળા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment