Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિરણ નદીમાં મૃત મરઘા,નોનવેજ કચરો ફેંકાયો:તાલાલામાં સ્વચ્છ જળ પ્રદૂષિત થતા લોકોમાં રોષ,પોલીસ કાર્યવાહી કરે તેવી લોકમાંગ

    1 week ago

    તાલાલા સહિત ગીર પંથકની લોકમાતા ગણાતી હિરણ નદીના સ્વચ્છ વહેતા જળમાં અજાણ્યા તત્વો દ્વારા માંસ, મટન અને મૃત મરઘા સહિતનો નોનવેજ કચરો ફેંકવામાં આવ્યો છે. આ ઘટના તાલાલા માર્કેટિંગ યાર્ડ સામેના ચેકડેમ પાસેના નદીના ભાગમાં બની હતી. નદીના પાણીમાં નોનવેજ કચરો અને મૃત મરઘા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.આ નદીનું વહેણ તાલાલા શહેર તરફ આવતું હોવાથી, શહેરને પીવાનું પાણી આગળ આવેલા પાતળકુવા દ્વારા તાલાલા નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવે છે. નદીમાં ફેંકવામાં આવેલા આ નોનવેજ કચરા અને મૃત મરઘાને કારણે પાણી દ્વારા લોકોમાં રોગચાળો ફેલાવવાનો અને તેમના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થવાનો ભય સેવાઈ રહ્યો છે.સ્વચ્છ પાણીમાં નોનવેજ કચરો અને મૃત મરઘા નાખવાથી લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી છે. તાલાલાના લોકો દ્વારા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે નદીના સ્વચ્છ જળને પ્રદૂષિત કરીને લોકોની લાગણી દુભાવનારા તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    તારાપુર પોલીસે સજા પામેલા ફરાર આરોપીને ઝડપ્યો:ખેડા ફેમિલી કોર્ટે 11 માસ 24 દિવસની સજા ફટકારી હતી
    Next Article
    વિરમગામમાં સગા પુત્ર અને પત્નીએ જ કરી પિતાની હત્યા:અકસ્માત દર્શાવી ગુનો છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ, ભાણેજની શંકાથી ખુલ્યું હત્યાનું રહસ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment