Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવમાં મોબાઈલ દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો:ગણતરીના કલાકોમાં એક આરોપી ઝડપાયો, મુદ્દામાલ કબજે

    1 week ago

    વાવ પોલીસે ભાટવર ગામમાં થયેલી મોબાઈલ દુકાન ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાટવર ગામમાં આવેલી ચામુંડા મોબાઈલ રિપેરિંગ સેલ્સ એન્ડ સર્વિસના સંચાલક દશરથભાઈ ધરમાભાઈ પ્રજાપતિએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની દુકાનમાંથી વિવિધ મોબાઈલ એસેસરીઝ, રિપેરિંગ માટે આવેલા અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન અને કાઉન્ટરમાંથી રોકડ રકમ મળી કુલ રૂ. 45,960ની ચોરી થઈ હતી. ફરિયાદના આધારે વાવ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. તપાસ દરમિયાન ભાટવર ગામના ડાયાભાઈ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી વિવિધ મોબાઈલ એસેસરીઝ તેમજ રિપેરિંગ માટે આવેલા અલગ-અલગ કંપનીના કુલ 26 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સાણંદમાં બેઠક:‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’ અભિયાનના કાર્યક્રમોનું આયોજન
    Next Article
    તારાપુર પોલીસે સજા પામેલા ફરાર આરોપીને ઝડપ્યો:ખેડા ફેમિલી કોર્ટે 11 માસ 24 દિવસની સજા ફટકારી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment