Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની ઈંગ્લીશ મીડિયમની ત્રણેય પ્રાયમરી સ્કૂલ સરકાર જ ચલાવશે:મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, ગાંધીગ્રામમાં પણ સ્કૂલ શરૂ કરવાની માગ

    9 hours ago

    રાજકોટ શહેરમાં વર્ષ 2015થી PPP મોડલથી ત્રણેય ઝોનમાં એક એક ઈંગ્લીશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ ચાલી રહી છે. જો કે, વર્ષ 2027થી SNK સ્કૂલ દ્વારા એમઓયુને આગળ વધારવાની અનિચ્છા વ્યકત કરી છે. ત્યારે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જ આ ત્રણેય શાળાઓનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનો સંપૂર્ણ વહીવટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવી જતા સૌથી મોટો ફાયદો એ થશે કે, હાલ જે શાળા દિઠ 25-25 વિદ્યાર્થીઓની મર્યાદા હતી તે દૂર થઈ જશે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. રાજકોટ શહેરના ત્રણ ઝોન ઉપરાંત ગાંધીગ્રામ કે જ્યાં અંદાજિત 1 લાખની વસતી છે ત્યાં પણ એક ઈંગ્લીશ મીડિયમની પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાની માગ ઉઠી છે. રાજકોટ શહેરના 2015થી PPP મોડલથી ત્રણ અંગ્રેજી માધ્યમની સ્કૂલ કાર્યરત સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવા પ્રત્યે ભારે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લીધે હાલ રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા એક પણ નથી. હાલ જે 3 શાળા કાર્યરત છે તે પણ PPPના ધોરણે છે. આગામી વર્ષથી SNK સાથેના 11 વર્ષના MoUનો અંત આવશે. જોકે આ વચ્ચે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા આગામી વર્ષ 2027થી શહેરમાં 3 અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જેથી આગામી વર્ષથી ત્રણેય શાળાઓમાં માત્ર 25- 25 જ નહીં પરંતુ અનલિમિટેડ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. 2027થી ત્રણેય શાળાનું સંપૂર્ણ સંચાલન સરકાર હસ્તક લેવા કાર્યવાહી- શાસનાધિકારી આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ જણાવ્યું હતું કે, વર્ષ 2015થી PPPના ધોરણે SNK દ્વારા રાજકોટ કોર્પોરેશન એરિયામાં ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી પરંતુ સંજોગોવસાત વર્ષ 2027 થી તેઓ આ સ્કૂલ ચલાવવા ઇચ્છતા નથી અને એમઓયુ પૂર્ણ કરે છે. જેથી આ માટે રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર આ ત્રણેય શાળાઓ એમ જ કંટીન્યુ રહે અને તેનું હસ્તાંતરણ સંપૂર્ણ સરકારી શાળા તરીકે થઈ જાય તે માટેની કાર્યવાહી ચાલુ છે. થોડા સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને તેથી કોઈપણ વિદ્યાર્થીઓને અડચણ રહેશે નહીં.સરકારી અંગ્રેજી માધ્યમની 3 પ્રાથમિક શાળા શરૂ થશે તેમાં મંજુર થનારા મહેકમ મુજબ કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલા જ્ઞાન સહાયકોને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરી મૂકવામાં આવશે. નવી વ્યવસ્થા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ PPPના ધોરણે હતી ત્યારે ડ્રો સિસ્ટમથી એડમિશન આપવામાં આવતું હતું અને તેમાં 25-25 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળતા હતા પરંતુ આ ત્રણેય શાળાઓ સરકારી શાળા તરીકે હસ્તાંતરણ થઈ જતા ત્યાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓને એડમિશન મળી શકશે. હાલ PPPના ધોરણે કાર્યરત અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ એટલે સાધુવાસવાણી રોડ પર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, ભક્તિનગર સર્કલ પાસે વાણીયાવાડીમાં આવેલી કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી પાસે સ્થિત હોમી ભાભા સ્કૂલ જ્યાં કાર્યરત છે તે જ સ્થિતિમાં આગામી વર્ષથી યથાવત રહેશે. ગાંધીગ્રામમાં પણ સરકારી ઈંગ્લીશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાની માગ શાસનાધિકારીએ કહ્યું હતું કે, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવે તે માટેની અરજીઓ છેલ્લા એક મહિનાથી મળી રહી છે. જે અરજીઓને ધ્યાનમાં લઈને હાલ સરકારી અંગ્રેજી માધ્યમની ત્રણેય પ્રાથમિક શાળાઓ જે વિસ્તારમાં છે તેનાથી ગાંધીગ્રામ વિસ્તારની સ્કૂલ કેટલા કિલોમીટરના અંતરે છે, કેટલા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થઈ શકે તેમ છે તેવી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વિચારણા કર્યા પછી દરખાસ્ત કરવામાં આવશે. ગાંધીગ્રામના લોકોએ શાળા માટે ઝુંબેશ શરૂ કરી જાગૃત નાગરિક જયદીપ પરમારે જણાવ્યું હતું કે, જો એસ.એન.કે. દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની 3 સરકારી પ્રાથમિક શાળા બંધ થશે તો અહીં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. જેથી મેં અને મારી સાથેના પરસોતમભાઈ પમનાણીએ એક ઝૂંબેશ શરૂ કરેલી છે. જેના ભાગરૂપે શિક્ષણ સમિતિની કચેરીમાં 70 થી વધુ અરજીઓ કરેલી છે. જેથી ધોરણ 1 થી 8 માટેની અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને વહેલીતકે મળે. ગાંધીગ્રામ વોર્ડ નંબર એકમાં શેરી નંબર 5 માં આવેલી જૂની શાળા નંબર 90 જે વર્ષોથી બંધ પડેલી છે. જ્યાં અંગ્રેજી માધ્યમ માટેની શાળા શરૂ થાય તેવી અમારી રજૂઆત છે. સામાન્ય અને ગરીબ બાળકોને વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટેની અમારી ઝૂંબેશ છે. શાસનાધિકારીને રજૂઆત કરી ત્યારે તેમના દ્વારા એવો જવાબ મળ્યો હતો કે એક મહિનામાં 4 જેટલી સ્કૂલ શરૂ કરવા માટેનું આયોજન છે. રાજકોટની ચારેય દિશામાં એક એક સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ થાય તે જરૂરી છે. ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ થઈ તે અમારી સફળતા છે. અહીં હાલ 51 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નિવૃત કર્મચારી ધીરુભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, ગાંધીગ્રામમાં સામાન્ય અને પછાત વર્ગ રહે છે. અહીંના બાળકો ટેલેન્ટેડ હોય છે પરંતુ પૈસાના અભાવે અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં ભણી શકતા નથી. જેથી આ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ થાય તો અહીંના બાળકો પોતાની કારકિર્દી બનાવી શકે. અહીં જૂની 90 નંબરની સ્કૂલની જગ્યા બિનઉપયોગી છે તો અહીં ઇંગ્લીશ મીડિયમ સરકારી સ્કૂલ શરૂ થાય તેવી અમારી માંગણી છે. જ્યારે વિપુલભાઈ વિરાણીએ જણાવ્યું હતુ કે, મારા સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને ખાનગી સ્કૂલમાં તેમને ભણાવવા માટેની ફી ભરું છું એટલે મને ખ્યાલ છે કે કેટલી મોટી ફી ભરવી પડે છે. જેથી અહીં ઇંગ્લીશ મીડિયમ સ્કુલ શરૂ થાય તો ઘણા વિદ્યાર્થીઓને લાભ થશે. જીગ્નેશભાઈ કોઠીયાએ જણાવ્યું હતું કે, હું ઈલેક્ટ્રીકનું કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવું છું. અહીં ગાંધીગ્રામ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ થાય તે માટે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ મારું બાળક ખાનગી સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જો અહીં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ થાય તો હું તેને અહીં જ ભણાવવા માગું છું. હું 47 વર્ષથી ગાંધીગ્રામ વિસ્તારમાં રહું છું અને અહીં આ સ્કૂલ શરૂ થાય તો આસપાસના ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે તેમ છે. જ્યારે ગાંધીગ્રામમાં આવેલી 90 નંબરની શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, હું આ સ્કૂલમાં ઘણા વર્ષો પહેલા ભણેલો છું અને અત્યારે આ સ્કૂલ બંધ હાલતમાં છે. આ વોર્ડ નંબર 1 નો વિસ્તાર છે અને અહીંની એક લાખથી વધુ લોકોની વસ્તી છે. અહીં અંગ્રેજી માધ્યમની એક પણ સ્કૂલ નથી. જો અહીં પ્રાથમિક શાળા શરૂ થાય તો ઘણા વિદ્યાર્થીઓનું ભાવિ ઉજળું બની શકે તેમ છે. હાલની મોંઘવારીમાં કોઈ વ્યક્તિ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલમાં ભણાવી શકે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. જેને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધારામાં ધકેલાઈ જાય છે. જેથી મારી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજકોટના નવા મેયર ડૉ. નેહલ શુક્લને નમ્ર અપીલ છે કે અહીં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ થાય. આ ઉપરાંત આ વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઇ નળિયાપરાએ જણાવ્યું હતું કે, મારે અહીં કાપડની દુકાન છે અને રેસીડેન્સ પણ અહીં જ છે. વોર્ડ નંબર 1 માં આવેલી 90 નંબરની સ્કૂલ અત્યારે બંધ હાલતમાં છે. જો અહીં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવામાં આવે તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 9 પાર્ટના વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે તેમ છે. ખાનગી શાળાઓમાં હાલ રૂ.70 થી 80 હજાર જેટલી ફી હોય છે. જેથી અહીં અંગ્રેજી મીડીયમ સ્કૂલ શરૂ કરવામાં આવે તો પછાત અને મધ્યમ વર્ગના બાળકો સરળતાથી ભણી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ રેલવે બ્રિજ પર ડસ્ટ મુદ્દે તંત્ર સક્રિય:કોંગ્રેસના વિરોધ બાદ સફાઈ કામગીરી શરૂ કરાઈ
    Next Article
    મોડાસામાં નવીન કોલેજ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન:SP જાડેજાએ ધનસુરા રોડ પર કર્યું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment