Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ રેલવે બ્રિજ પર ડસ્ટ મુદ્દે તંત્ર સક્રિય:કોંગ્રેસના વિરોધ બાદ સફાઈ કામગીરી શરૂ કરાઈ

    8 hours ago

    વલસાડના નવા રેલવે ઓવરબ્રિજ પર રસ્તાની બંને બાજુ આશરે બે ફૂટ જેટલી માટી અને ડસ્ટ જમા થઈ હતી. આના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ડસ્ટ અને માટીને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા હતા. આ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમણે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જવાબદાર અધિકારીની કચેરીએ આ કચરો ઠાલવવામાં આવશે. જોકે, આ સમગ્ર મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.ટ્રેક્ટર અને મજૂરોની મદદથી નવા રેલવે ઓવરબ્રિજ પરથી જમા થયેલી માટી અને ડસ્ટને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સફાઈ કામગીરી શરૂ થતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોણ છે અક્ષરા જેને ફીમેલ વૈભવ સૂર્યવંશી કહેવાય છે?:8 વર્ષની ઉંમરે બેટ પકડ્યું, 15 વર્ષે જ ટ્રિપલ સેન્ચુરી; સ્મૃતિ અને્ વિરાટની છે બિગ ફેન
    Next Article
    રાજકોટની ઈંગ્લીશ મીડિયમની ત્રણેય પ્રાયમરી સ્કૂલ સરકાર જ ચલાવશે:મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, ગાંધીગ્રામમાં પણ સ્કૂલ શરૂ કરવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment